મને બાળપણમાં અંગ્રેજી ન શીખવાનો અત્યંત અફસોસ છે: લીઅનલ મેસી

27 February, 2026 11:32 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હાલમાં ભારતની ટૂર દરમ્યાન પણ ચાર શહેરોની ઇવેન્ટમાં લોકો સુધી સ્પીચ પહોંચાડવા માટે મૅસીને ટ્રાન્સલેટરની જરૂર પડી હતી.

લીઅનલ મેસી

આર્જેન્ટિનાના ફુટબૉલ વર્લ્ડ કપ વિજેતા કૅપ્ટન લીઅનલ મેસીએ પૉડકાસ્ટ પર પોતાના જીવનના સૌથી મોટા અફસોસનો ખુલાસો કર્યો છે. ૩૮ વર્ષનો મેસી કહે છે, ‘કાશ હું નાનો હતો ત્યારે અંગ્રેજી શીખ્યો હોત. હવે મહત્ત્વપૂર્ણ લોકો સાથેની હાજરીમાં વાત કરતી વખતે થોડા અજ્ઞાની હોવાનો અનુભવ થાય છે. હું મૂર્ખ હતો કે મેં બાળપણનો એ સમય બગાડ્યો.’ ફુટબૉલ-ઇતિહાસના હાઇએસ્ટ ગોલ-સ્કોરરમાંથી એક એવો લીઅનલ મેસી ઇટાલિયન અને સ્પૅનિશ ભાષા બોલી શકે છે. હાલમાં ભારતની ટૂર દરમ્યાન પણ ચાર શહેરોની ઇવેન્ટમાં લોકો સુધી સ્પીચ પહોંચાડવા માટે તેને ટ્રાન્સલેટરની જરૂર પડી હતી.

lionel messi sports news sports cricket news football