મેડલ વિજેતા ડીએમ સુહાસ પાછા કામ પર લાગી ગયા

09 September, 2021 07:00 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એક ગેરમાન્યતા છે કે અભ્યાસ અને રમતગમત બન્ને એકસાથે ન થઈ શકે. હું સમાજ અને દરેક પેરેન્ટ્સને વિનંતી કરું છું કે એ ગેરમાન્યતાને દૂર કરો, તમારું બાળક બન્નેમાં સિદ્ધિ મેળવી શકે છે.’

મેડલ વિજેતા ડીએમ સુહાસ પાછા કામ પર લાગી ગયા

ટોક્યો પૅરાલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતીને છવાઈ જનાર નોઇડાના ડીએમ સુહાસ યથિરાજ ભારત પાછા ફર્યા બાદ આરામ કરવાને બદલે પાછી પોતાની જવાબદારી સંભાળી લીધી છે. જન્મથી જ પગમાં ખોડ ધરાવતા ૩૮ વર્ષના સુહાસે ૨૦૧૬માં બૅડ્મિન્ટન રમવાનું શરૂ કર્યું હતું અને પોતાની પહેલી જ પૅરાલિમ્પિકમાં મેડલ જીતીને દમ બતાવ્યો હતો. અનેક જિલ્લામાં ફરજ બજાવ્યા બાદ અત્યારે નોઇડામાં ફરજ બજાવતા સુહાસે ગઈ કાલે ફરી પોતાની ઑફિસ જૉઇન્ટ કરી લીધી હતી અને પત્રકારો સાથે વાતચીતમાં કહ્યું હતું કે સમાજમાં એક ગેરમાન્યતા છે કે અભ્યાસ અને રમતગમત બન્ને એકસાથે ન થઈ શકે. હું સમાજ અને દરેક પેરેન્ટ્સને વિનંતી કરું છું કે એ ગેરમાન્યતાને દૂર કરો, તમારું બાળક બન્નેમાં સિદ્ધિ મેળવી શકે છે.’

sports news sports