04 August, 2026 05:08 PM IST | Glasgow | Gujarati Mid-day Correspondent
બે પગ વગરની સ્કૉટલૅન્ડની મહિલા રેસર મેલની વુડ્સને બેસ્ટ ઍથ્લીટનો અવૉર્ડ મળ્યો
કૉમનવેલ્થ ગેમ્સમાં ૨૦૦૨થી ડેવિડ ડિક્સન અવૉર્ડ આપવામાં આવે છે. કૉમનવેલ્થ ગેમ્સ ફેડરેશનમાં ૧૭ વર્ષ સચિવ તરીકે કામ કરનાર ડેવિડ ડિક્સનના નામથી શરૂ થયેલો આ અવૉર્ડ બેસ્ટ ઍથ્લીટને આપવામાં આવે છે. સ્કૉટલૅન્ડની વ્હીલચૅર રેસર મેલની વુડ્સને ગ્લાસગો કૉમનવેલ્થ ગેમ્સ માટે આ અવૉર્ડ મળ્યો હતો. ૨૦૧૮માં કાર-ઍક્સિડેન્ટમાં કમરની નીચેનો ભાગ ગુમાવનાર મેલની વુડ્સે ૧૫૦૦ મીટર અને ૪૦૦ મીટરની રેસમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ૧૫૦૦ મીટરની રેસ પહેલા પ્રયાસમાં ઍથ્લીટો વચ્ચે વ્હીલચૅરની ટક્કરને કારણે રદ્દ થઈ હતી. જોકે એમાં પણ મેલની વુડ્સે સૌથી પહેલાં રેસ પૂરી કરી હતી.