નામ વિનાની જર્સી : મૅરીને કાવતરાની ગંધ

31 July, 2021 09:43 AM IST  |  Mumbai | Agency

મૅરી કૉમે ગઈ કાલે આક્ષેપ કર્યો હતો કે તેને છેલ્લા ૧૬ સ્પર્ધકોવાળા રાઉન્ડ પહેલાં છેલ્લી ઘડીએ પદ્ધતિસરની સ્પષ્ટતા વગર જ આયોજકોએ જર્સી બદલવાની ફરજ પાડી હતી.

નામ વિનાની જર્સી : મૅરીને કાવતરાની ગંધ

ગુરુવારે બૉક્સર મૅરી કૉમ ટોક્યો ઑલિમ્પિક્સમાં હારી ગઈ ત્યાર પછી તેની નામ વિનાની જર્સી પર જે વિવાદ થયો હતો એ સંબંધે આયોજકોએ તો મૅરીનું આખું નામ (માંગ્ટે ચુન્ગનેઇજિઆન્ગ મૅરી કૉમ) લખ્યું હોવા બદલ તેને જર્સી બદલવાની ફરજ પાડી હોવાનો ખુલાસો આપ્યો હતો, પરંતુ ખુદ મૅરી કૉમે ગઈ કાલે આક્ષેપ કર્યો હતો કે તેને છેલ્લા ૧૬ સ્પર્ધકોવાળા રાઉન્ડ પહેલાં છેલ્લી ઘડીએ પદ્ધતિસરની સ્પષ્ટતા વગર જ આયોજકોએ જર્સી બદલવાની ફરજ પાડી હતી.

sports news sports