04 June, 2025 10:22 AM IST | Bengaluru | Gujarati Mid-day Correspondent
નીરજ ચોપડા
ભારત અને પાકિસ્તાન વચ્ચેના લશ્કરી સંઘર્ષને કારણે ગયા મહિને મુલતવી રાખવામાં આવેલી નીરજ ચોપડા ક્લાસિક ઇન્ટરનૅશનલ જૅવલિન થ્રો ઇવેન્ટ હવે પાંચમી જુલાઈએ યોજાશે. અગાઉ ૨૪ મેએ આયોજિત આ ઇવેન્ટ બૅન્ગલોરના શ્રી કાંતિરાવ સ્ટેડિયમમાં જ થશે.
સાત વિદેશી પ્લેયર્સની સાથે નીરજ ચોપડા સહિત પાંચ ભારતીય જૅવલિન થ્રોઅર આ ઇવેન્ટમાં ભાગ લેશે. ૧૨ જૅવલિન થ્રોઅરની આ ઇવેન્ટ ભારતમાં યોજાનારી પહેલી ઇન્ટરનૅશનલ જૅવલિન થ્રો ઇવેન્ટ બનશે. એને વર્લ્ડ ઍથ્લેટિક્સ તરફથી કૅટેગરી Aનો દરજ્જો મળ્યો છે.