અમદાવાદમાં નીરજ ચોપરાએ બાળકોને શીખવ્યું ભાલાફેંક, વડાપ્રધાને આપી પ્રતિક્રિયા, જુઓ વીડિયો

05 December, 2021 03:44 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

બાળકોને જેવલિન થ્રો શીખવતો નીરજ ચોપરાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

નીરજ ચોપરા

તાજેતરમાં ઓલિમ્પિક(Olympic)માં ગોલ્ડ મેડલ લાવીને દેશનું ગૌરવ વધારનાર ભારતીય જેવલિન થ્રોઅર નીરજ ચોપડાએ પોતાના કામથી માત્ર રમતપ્રેમીઓ, સામાન્ય લોકો જ નહીં પરંતુ વડાપ્રધાન સહિત અનેક મોટા નેતાઓનું પણ દિલ જીતી લીધું છે. વાસ્તવમાં જેવલિન ફેંકનાર નીરજ ચોપરા(Neeraj chopra) તાજેતરમાં જ અમદાવાદ પહોંચ્યો હતો. ત્યાં તેઓ એક શાળામાં પહોંચ્યા અને બાળકોને મળ્યા હતા. જયાં તેમણે બાળકોને ભાલા ફેંક શીખવ્યું હતું. આ ઉપરાંત બાળકોને ફિટનેસ ટિપ્સ આપીને તેની જરૂરિયાત વિશે પણ જાગૃત કર્યા.

નીરજ ચોપડાએ ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતીને માત્ર ઈતિહાસમાં પોતાનું નામ નોંધાવ્યું નથી, પરંતુ તે તમામ લોકો માટે પ્રેરણા છે જેઓ વિવિધ પ્રકારની રમતોમાં પોતાની ઓળખ બનાવવા માંગે છે. ટોક્યો ઓલિમ્પિકમાં નીરજે 87.58 મીટર સુધી બરછી ફેંકીને ગોલ્ડ જીત્યો હતો.

બાળકોને ભાલાફેંર શીખવતાં નીરજ ચોપરા

બાળકોને જેવલિન થ્રો શીખવતો નીરજ ચોપરાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા આ વીડિયો પર યુઝર્સ તેમના વખાણના પુલ બાંધી રહ્યા છે, પરંતુ ખાસ વાત એ છે કે પીએમ મોદીએ પણ પ્રતિક્રિયા આપી છે. તેમણે નીરજ ચોપરાની આ પહેલની પ્રશંસા કરી અને કહ્યું કે યુવા વિદ્યાર્થીઓમાં રમતગમત અને ફિટનેસ વિશે જાગૃતિ લાવવા માટે આ એક મહાન પહેલ છે. ચાલો આ અભિયાન ચાલુ રાખીએ

પીએમ મોદી 16 ઓગસ્ટે મળ્યા હતા નીરજને

વાસ્તવમાં, પીએમ મોદીએ 16 ઓગસ્ટના રોજ ટોક્યો ઓલિમ્પિકમાં ગયેલા ખેલાડીઓ સાથે મુલાકાત કરી હતી, આ મીટિંગ દરમિયાન તેમણે તમામ ખેલાડીઓને અપીલ કરી હતી અને કહ્યું હતું કે 2023ના સ્વતંત્રતા દિવસ સુધીમાં તમામ ખેલાડીઓ 75 શાળાઓમાં જાય અને  રમતો રમે. યુવાનોમાં આના વિશે જાગૃતિ ફેલાવવા માટે પીએમ મોદીએ કહ્યું હતું. પીએમનો આ કાર્યક્રમ ફિટનેસ, સ્પોર્ટ્સ અને ડાયટ સાથે સંબંધિત છે, જેની શરૂઆત બરછી ફેંકનાર નીરજ ચોપરાએ કરી છે.

sports news neeraj chopra