News In Short : સાનિયા મિર્ઝા જીતી ઓસ્ટ્રાવા ઓપન

27 September, 2021 05:41 PM IST  |  Mumbai | Agency

ફાઇનલ મુકાબલો એક કલાક અને ચાર મિનિટ સુધી ચાલ્યો હતો. ૩૪ વર્ષની સાનિયા અને ઝેન્ગે સેમી ફાઇનલમાં જપાનની જોડીને ૬-૨, ૭-૫થી મહાત આપી હતી. 

સાનિયા મિર્ઝા

ભારતીય ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝા અને તેની ચાઇનીઝ પાર્ટનર શુઇ ઝેન્ગની જોડીએ ગઈ કાલે ચેક રિપબ્લિકમાં રમાતી ઓસ્ટ્રાવા ઓપનની ડબલ્સની ફાઇનલમાં અમેરિકાની કેટલિન ક્રિસ્ટિયન અને ન્યુ ઝીલૅન્ડની ઇરિન રૂટલીફની જોડી ૬-૩, ૬-૨થી હરાવીને આ સીઝનનું પહેલું ટાઇટલ જીતી હતી. ફાઇનલ મુકાબલો એક કલાક અને ચાર મિનિટ સુધી ચાલ્યો હતો. ૩૪ વર્ષની સાનિયા અને ઝેન્ગે સેમી ફાઇનલમાં જપાનની જોડીને ૬-૨, ૭-૫થી મહાત આપી હતી. 

બિગ બૅશમાં રમશે મંધાના અને દીપ્તિ

ભારતીય મહિલા ક્રિકેટ ખેલાડી સ્મૃતિ મંધાના અને દીપ્તિ શર્મા આ‍વતા મહિનાથી શરૂ થતી ટી૨૦ લીગ વિમેન્સ બિગ બૅશ લીગમાં રમશે. ડિફેન્ડિંગ ચૅમ્પિયન સિડની થન્ડરે આ બન્નેનો પોતાની ટીમમાં સમાવેશ કર્યો છે. હાલમાં તેઓ ભારતીય ટીમ સાથે ઑસ્ટ્રેલિયા છે. મંધાના અગાઉ આ લીગમાં રમી ચૂકી છે તો દીપ્તિ પહેલી વખત આ ટુર્નામેન્ટમાં ભાગ લેશે.

ગોલ્ડ મેડલનું નિશાન ચૂકી ભારતીય તીરંદાજ

અમેરિકાના યાન્કટનમાં રમાતી આર્ચરી વર્લ્ડ ચૅમ્પિયનશિપની વ્યક્તિગત ફાઇનલમાં ભારતીય તીરંદાજ જ્યોતિ સુરેખા વેનમ કોલમ્બિયાની સારા લોપેઝ સામે હારી જતાં સિલ્વર મેડલથી જ સંતોષ માનવો પડ્યો છે. જ્યોતિ ભારતીય મહિલા ટીમની અને મિક્સ્ડ પૅરની ફાઇનલમાં પણ રમી હતી, જેમાં ભારતીય ટીમે સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. આ સ્પર્ધામાં ૯ વખત ભારત ફાઇનલમાં પહોંચીને હારી ગયું છે.

 

sports news sports tennis news sania mirza