News In Short : વેસ્ટ ઇન્ડિઝ સાથે ઑસ્ટ્રેલિયાએ જીતી સાતમી વન-ડે સિરીઝ 

28 July, 2021 04:56 PM IST  |  Mumbai | Agency

મૅથ્યુ વેડે અણનમ ૫૧ રન બનાવ્યા હતાં. આ સાથે ઑસ્ટ્રેલિયાએ ટી૨૦ સિરીઝમાં પહેલી ૧-૪થી હારનો બદલો લઈ લીધો હતો. મિચલ સ્ટાર્ક પ્લેયર ઑફ ધ સિરીઝ જાહેર થયો હતો. 

પ્રતીકાત્મક તસવીર

વેસ્ટ ઇન્ડિઝ સાથે ઑસ્ટ્રેલિયાએ જીતી સાતમી વન-ડે સિરીઝ 

સોમવારે રાત્રે રમાયેલી વેસ્ટ ઇન્ડિઝ સામેની ત્રીજી અને છેલ્લી વન-ડે ઑસ્ટ્રેલિયાએ ૬ વિકેટે જીતીને સિરીઝ ૨-૧થી જીતી લીધી હતી. મિચેલ સ્ટાર્ક સામે કેરેબિયન ટીમ ૪૫.૧ ઓવરમાં ફક્ત ૧૫૨ રનમા જ ઑ્લઆઉટ થઈ ગઈ હતી અને ઑસ્ટ્રેલિયાએ આ ટાર્ગેટ ૩૦.૩ ઓવરમાં ૪ વિકેટ ગુમાવીને હાંસિલ કરી લીધો હતો. મૅથ્યુ વેડે અણનમ ૫૧ રન બનાવ્યા હતાં. આ સાથે ઑસ્ટ્રેલિયાએ ટી૨૦ સિરીઝમાં પહેલી ૧-૪થી હારનો બદલો લઈ લીધો હતો. મિચલ સ્ટાર્ક પ્લેયર ઑફ ધ સિરીઝ જાહેર થયો હતો. 
બન્ને દેશો વચ્ચે આ ૧૨મી સિરીઝ હતી. જેમાંથી વેસ્ટ ઇન્ડિઝ માત્ર બે જ સિરીઝ જીત્યું છે જ્યારે ઑસ્ટ્રેલિયાની આ સાતમી જીત હતી. ત્રણ સિરીઝ બરોબર પર રહી છે. વેસ્ટ ઇન્ડિઝે છેલ્લે વન-ડે સિરીઝમાં ઑસ્ટ્રેલિયાને ૧૯૯૬માં હરાવ્યું હતું. આમ છેલ્લા ૨૬ વર્ષથી ઑસ્ટ્રેલિયા સામે વેસ્ટ ઇન્ડિઝ વન-ડે સિરીઝ નથી જીત્યું. 

બંગાલ ટીમના કોચનું ફરમાન : લાંબા વાળ કાપો, બંગાળી શીખો

બંગાળ ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કૅપ્ટન અને રાજ્યના ભૂતપૂર્વ ખેલમંત્રી લક્ષ્મી રતન શુ્કલાએ ગઈ કાલે ફિટનેશ શિબિર સાથે અન્ડર-૨૩ ટીમના કોચ તરીકે નવી ઇનિંગ્સ શરૂ કરી હતી. તેમણે ખેલાડીઓ માટે કડક નિયમો લાગુ કરવાની પણ જાહેરાત કરી હતી. આ નિયમોમાં સોશ્યલ મિડિયાથી દૂર રહેવાનું અને વાળ લાંબા નહીં રાખવાનું વગેરે સામેલ છે. શુક્લાએ આ અંગે કહ્યું હતું કે, લાંબા વાળ વાળા ખેલાડીઓએ તરત જ તેમના વાળ કાપવા પડશે. એક્રાગતા માટે સોશ્યલ મિડિયાતી દૂર રહેવું પડશે અને ટીમમાં એકજૂટતા માટે દરેકે બંગાળી શીખવું પડશે.’

શૂટિંગ, સેલિંગ, ટેબલ-ટેનિસ, બૅડ‍્‌મિન્ટન બધામાં  નિરાશા

ભારતને આ વખતે જેમની પાસેથી મેડલ માટે સૌથી વધુ આશા હતી એ શૂટિંગ ટીમે સૌથી વધુ દુખી કરી નાખ્યા છે. ગઈ કાલે ૧૦ મીટર ઍર રાઇફલ મિક્સ્ડ ટીમ ક્વૉલિફિકેશનમાં એલાવેનિલ વેલારિવન અને દિવ્યાંશ સિંહ પનવાર તેમ જ અંજુમ મુદગીલ અને દીપક કુમારની જોડી સાવ ફ્લૉપ રહી હતી. એલાવેનિલ અને દિવ્યાંશની જોડી ૬૨૬.૫ના સ્કોર સાથે ૧૨મા નંબરે તથા દીપક અને અંજુમની જોડી ૬૨૩.૮ના સ્કોર સાથેના નિરાશાજનક પર્ફોર્મન્સ સાથે ૧૮મા નંબરે રહીને નેક્સ્ટ રાઉન્ડ માટે ક્વૉલિફાય નહોતી થઈ શકી. જ્યારે ૧૦ મીટર ઍર પિસ્તોલ મિક્સ્ડ ટીમ ઇવેન્ટમાં સૌરભ ચૌધરી અને મનુ ભાકર તેમ જ યશસ્વિની દેસવાલ અને અભિષેક વર્માની જોડીએ પણ સાતમા નંબરે રહીને ભારે નિરાશ કર્યાં હતાં. 
સેઇલિંગમાં પણ ફ્લૉપ શો
સેઇલિંગમાં મહિલાઓની લેસર રેડિયલ રેસમાં નેત્રા કુમાનન પાંચમી અને છઠ્ઠી રેસમાં અનુક્રમે ૩૨મા અને ૩૮મા નંબરે રહી હતી. મેન્સ લેસર રેસમાં વિષ્ણુ સર્વાનન પાંચમી અને છઠ્ઠી રેસમાં અનુક્રમે ૨૩ અને ૨૨મા નંબરે રહ્યો હતો. જ્યારે મેન્સ સ્કિફ રેસમાં કે. સી. ગણપતિ અને વરુણ ઠક્કર ૧૮મા નંબરે રહ્યા હતા. 
બૅડ‍્મિન્ટનમાં જીત્યા છતાં બહાર
બૅડ‍્મિન્ટનમાં મેન્સ ડબલ્સમાં સાત્ત્વિકા સાઈરાજ-ચિરાગ શેટ્ટીએ ગ્રેટ બ્રિટનની જોડીને ૨૧-૧૭ અને ૨૧-૧૯થી હરાવી હતી, પણ નેક્સ્ટ રાઉન્ડમાં ક્વૉલિફાય નહોતા થઈ શક્યા. 
ટેબલ ટેનિસમાં લડત બાદ હાર
ટેબલ ટેનિસમાં મેન્સ સિંગલ્સમાં અંચતા શરથ કમલે ચીનના દિગ્ગજ મા લૉન્ગ સામે હારતાં પહેલાં જબરી લડત આપી હતી. ત્રીજા રાઉન્ડની આ મૅચમાં કમલ આ મૅચ ૭-૧૧, ૧૧-૮, ૧૧-૧૩, ૪-૧૧, ૪-૧૧થી હારી ગયો હતો. 

આજે ઑલિમ્પિક્સમાં ભારત

આર્ચરી
મેન્સ ઇન્ડિવિજ્યુઅલ ૧/૩૨ એલિમિનેશન : તરુણદીપ રાય વિરુદ્ધ ઑલેક્સી હુનબિન (યુક્રેન) : સવારે ૭.૩૦ વાગ્યે
મેન્સ ઇન્ડિવિજ્યુઅલ ૧/૩૨ એલિમિનેશન : પ્રવીણ જાદવ વિરુદ્ધ ગૅલસન બઝારઝાપોવ (આરઓસી) : બપોરે ૧૨.૩૦ વાગ્યે
વિમેન્સ ઇન્ડિવિજ્યુઅલ ૧/૩૨ એલિમિનેશન : દીપિકા કુમારી વિરુદ્ધ કર્મા (ભુતાન) : બપોરે ૨.૧૫ વાગ્યે
બૅડ્મિન્ટન
વિમેન્સ સિંગલ્સ : પી. વી. સિંધુ વિરુદ્ધ એન. વાય. ચીઉન્ગ (હૉન્ગ કૉન્ગ) : સવારે ૭.૩૦ વાગ્યે
મેન્સ સિંગલ્સ : બી. સાઈ પ્રણીથ વિરુદ્ધ એમ. કૉલજોવ (નેધરલૅન્ડ્સ) : બપોરે ૨.૩૦ વાગ્યે
બૉક્સિંગ
મહિલાઓના ૭૫ કિલોગ્રામ વર્ગમાં પ્રી-ક્વૉર્ટર ફાઇનલ : પૂજા રાની વિરુદ્ધ ઇચરાક ચૈબ (અલ્જીરિયા): બપોરે ૨.૩૦ વાગ્યે
હૉકી
મહિલાઓની પુલ-‘એ’ મૅચ : ભારત વિરુદ્ધ બ્રિટન : સવારે ૬.૩૦ વાગ્યે
રોવિંગ
મેન્સ લાઇટવેઇટ ડબલ સ્કિલ્સ સેમી ફાઇનલ-2 : અર્જુનલાલ જાટ એને અરવિંદ સિંહ : સવારે ૮ વાગ્યે
સેઇલિંગ 
મેન્સ સ્કિફ રેસ ૧થી ૪ : કે. સી. ગણપથી અને વરુણ ઠક્કર : સવારે ૮.૩૦ વાગ્યે

sports news sports