News In Short : મહિલા રેસલર વિનેશ ફોગાટની સર્જરી થઈ

09 September, 2021 07:06 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વિનેશ આઘાતજનક રીતે ટોક્યો ઑલિમ્પિક્સમાં ક્વૉર્ટર ફાઇનલમાં હારી ગઈ હતી અને ત્યાર બાદ રેસલિંગ ફેડરેશને તેને ખરાબ વર્તણૂક બદલ સસ્પેન્ડ કરી દીધી હતી.

મહિલા રેસલર વિનેશ ફોગાટની સર્જરી થઈ

મહિલા રેસલર વિનેશ ફોગાટની સર્જરી થઈ

ભારતીય સ્ટાર મહિલા રેસલર વિનેશ ફોગાટની જમણા હાથની કોણીમાં ગઈ કાલે સર્જરી કરવામાં આવી હતી. ૨૭ વર્ષની ફોગાટ ૩૧ ઑગસ્ટે આ સમસ્યાને લીધે જ વર્લ્ડ ચૅમ્પિયનશિપમાંથી પહેલા રાઉન્ડ બાદ ખસી ગઈ હતી. જોકે ત્યારે તેણે ચૅમ્પિયનશિપમાંથી ખસી જતી વખતે આ ઈજાનું બહાનું નહોતું આપ્યું, પણ તેને ચક્કર આવતા હોવાનું કહ્યું હતું. વિનેશ આઘાતજનક રીતે ટોક્યો ઑલિમ્પિક્સમાં ક્વૉર્ટર ફાઇનલમાં હારી ગઈ હતી અને ત્યાર બાદ રેસલિંગ ફેડરેશને તેને ખરાબ વર્તણૂક બદલ સસ્પેન્ડ કરી દીધી હતી. જોકે બાદમાં તેને વૉર્નિંગ આપીને છોડી દીધી હતી. 

ન્યુ ઝીલૅન્ડ સામે બંગલા દેશ પહેલી વાર ટી૨૦ સિરીઝ જીત્યું

ભારતીય સ્ટાર મહિલા રેસલર વિનેશ ફોગાટની જમણા હાથની કોણીમાં ગઈ કાલે સર્જરી કરવામાં આવી હતી. ૨૭ વર્ષની ફોગાટ ૩૧ ઑગસ્ટે આ સમસ્યાને લીધે જ વર્લ્ડ ચૅમ્પિયનશિપમાંથી પહેલા રાઉન્ડ બાદ ખસી ગઈ હતી. જોકે ત્યારે તેણે ચૅમ્પિયનશિપમાંથી ખસી જતી વખતે આ ઈજાનું બહાનું નહોતું આપ્યું, પણ તેને ચક્કર આવતા હોવાનું કહ્યું હતું. વિનેશ આઘાતજનક રીતે ટોક્યો ઑલિમ્પિક્સમાં ક્વૉર્ટર ફાઇનલમાં હારી ગઈ હતી અને ત્યાર બાદ રેસલિંગ ફેડરેશને તેને ખરાબ વર્તણૂક બદલ સસ્પેન્ડ કરી દીધી હતી. જોકે બાદમાં તેને વૉર્નિંગ આપીને છોડી દીધી હતી. 

ભારતીય ટીમ જુલાઈમાં વન-ડે અને ટી૨૦ રમવા ઇંગ્લૅન્ડ જશે

અત્યારે ઇંગ્લૅન્ડમાં ટેસ્ટ સિરીઝ રમી રહેલી ભારતીય ટીમ લિમિટેડ ઓવરની સિરીઝ રમવા જુલાઈ ૨૦૨૨માં ફરી ઇંગ્લૅન્ડ જશે. એ સિરીઝાં જુલાઈ ૧, ૩ અને ૬ના રોજ ત્રણ ટી૨૦ મૅચો રમાશે અને ત્યારબાદ ૯, ૧૨ અને ૧૪ જુલાઈના રોજ ત્રણ વન-ડેમાં જંગ જામશે. 

sports news sports