નૉર્વેમાં ચેસ-પ્લેયર્સ બન્યાં કાઉબૉય-ગર્લ

02 June, 2025 11:00 AM IST  |  Norway | Gujarati Mid-day Correspondent

ભારત તરફથી ભાગ લેનાર યંગેસ્ટ વર્લ્ડ ચેસ ચૅમ્પિયન ડી. ગુકેશને ‘ધ ચેન્નઈ શાર્પશૂટર’ અને અર્જુન ઇરિગેસીને ‘નો સ્લિપ’ જેવા યુનિક નામ મળ્યાં હતાં

ડી. ગુકેશે પોતાના પોસ્ટર સાથે પડાવ્યો સેલ્ફી.

નૉર્વે ચેસ ટુર્નામેન્ટમાં ૨૬ મેથી ૬ જૂન સુધી વિશ્વના ટોચના ચેસ-પ્લેયર્સ ભાગ લઈ રહ્યા છે. બ્રેકના દિવસે વિશ્વભરના સ્ટાર ચેસ પ્લેયર્સે ચેસ બોર્ડથી સીધો વાઇલ્ડ વેસ્ટ ચેસ કાઉબૉય ચૅલેન્જમાં ભાગ લીધો હતો. તમામ ખેલાડીઓએ વેસ્ટર્ન થીમ વિલેજમાં પરંપરાગત કમરના ભાગમાં પિસ્તોલ, પશુઓને પકડવાના દોરડા તથા કાઉબૉય હૅટ સાથે અલગ-અલગ ઍક્ટિવિટીમાં ભાગ લઈને ઇવેન્ટનો આનંદ માણ્યો હતો.

કાઉબૉય-ગર્લ બન્યા વિશ્વના ટોચના ચેસ-પ્લેયર્સ. 

અર્જુન ઇરિગેસી અને વૈશાલી રમેશબાબુ પોતાના ઉપનામનાં પોસ્ટર્સ સાથે.

કાઉબૉય ચૅલેન્જમાં પ્રત્યેક પ્લેયરને વેસ્ટર્ન થીમવાળું નામ પણ આપવામાં આવ્યું હતું. ભારત તરફથી ભાગ લેનાર યંગેસ્ટ વર્લ્ડ ચેસ ચૅમ્પિયન ડી. ગુકેશને ‘ધ ચેન્નઈ શાર્પશૂટર’ અને અર્જુન ઇરિગેસીને ‘નો સ્લિપ’ જેવા યુનિક નામ મળ્યાં હતાં. જ્યારે ભારતીય મહિલા પ્લેયર્સ વૈશાલી રમેશબાબુને ‘ધ રાઇઝિંગ રાઇડર’ અને કોનેરુ હમ્પીને ‘ધ હૅમર’નું ઉપનામ મળ્યું હતું.

chess norway world chess championship sports news india sports