30 March, 2025 09:40 AM IST | Florida | Gujarati Mid-day Correspondent
નોવાક જૉકોવિચની મૅચ જોવા પહોંચેલા મેસીએ તેને પોતાની અમેરિકન ફુટબૉલ ક્લબ ઇન્ટર માયામીની ઑટોગ્રાફવાળી જર્સી ગિફ્ટ કરી હતી.
ગઈ કાલે સર્બિયાનો ટેનિસ સ્ટાર નોવાક જૉકોવિચ માયામીમાં એક ટુર્નામેન્ટમાં રમ્યો હતો. જૉકોવિચ આજે પોતાનું ૧૦૦મું મેન્સ સિંગલ્સ ટાઇટલ જીતવા માયામી ઓપન 2025ની ફાઇનલમાં ઊતરશે. તેની આ મૅચ જોવા માટે આર્જેન્ટિનાનો ફુટબૉલ સ્ટાર લિયોનેલ મેસી તેની ફૅમિલી સાથે માયામીના હાર્ડ રૉક સ્ટેડિયમમાં હાજર રહ્યો હતો. પહેલી વાર જૉકોવિચની મૅચ જોવા પહોંચેલા મેસીએ તેને પોતાની અમેરિકન ફુટબૉલ ક્લબ ઇન્ટર માયામીની ઑટોગ્રાફવાળી જર્સી ગિફ્ટ કરી હતી.