નોવાક જૉકોવિચને અમેરિકાની બન્ને સ્પર્ધામાં નો એન્ટ્રી

11 March, 2022 07:03 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નોવાક જૉકોવિચને અમેરિકામાં કૅલિફૉર્નિયા ખાતેની આ મહિનાની ઇન્ડિયન વેલ્સ એટીપી ટુર્નામેન્ટમાં અને માયામીની પણ એટીપી ટુર્નામેન્ટમાં અને માયામીની પણ એટીપી ટુર્નામેન્ટમાં નહીં રમવા મળે.

નોવાક જૉકોવિચ

કોવિડ-વિરોધી વૅક્સિન ન લીધી હોવાથી આ વર્ષમાં એકમાત્ર દુબઈની સ્પર્ધામાં રમનાર અને વર્લ્ડ નંબર-વનની રૅન્ક ગુમાવનાર સર્બિયાના નોવાક જૉકોવિચને અમેરિકામાં કૅલિફૉર્નિયા ખાતેની આ મહિનાની ઇન્ડિયન વેલ્સ એટીપી ટુર્નામેન્ટમાં અને માયામીની પણ એટીપી ટુર્નામેન્ટમાં નહીં રમવા મળે. સેન્ટર્સ ફૉર ડિસીઝ કન્ટ્રોલ ઍન્ડ પ્રિવેન્શને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે જૉકોવિચને અમેરિકામાં પ્રવેશવા જ નહીં મળે. બીજી તરફ, જૉકોવિચે કહ્યું હતું કે ‘બન્ને સ્પર્ધાના ડ્રૉમાં મારું નામ સામેલ કરાયું છે, પણ મેં વૅક્સિન ન લીધી હોવાથી રમવા નથી આવવાનો.’

sports news novak djokovic