01 July, 2026 04:23 PM IST | London | Gujarati Mid-day Correspondent
નોવાક જૉકોવિચ
વિશ્વના આઠમા ક્રમાંકિત નોવાક જૉકોવિચે વિમ્બલ્ડન ટેનિસ ગ્રૅન્ડ સ્લૅમની શરૂઆતમાં ટેનિસના ફૉર્મેટમાં ફેરફાર માટે મોટું નિવેદન આપ્યું. સર્બિયાના નોવાક જૉકોવિચે ચીનના વૂ યિબિંગ સામે ૬-૪, ૫-૭, ૬-૪, ૬-૪થી જીત નોંધાવીને બીજા રાઉન્ડમાં એન્ટ્રી કરી છે.
ટેનિસ સંચાલક મંડળોને સૂચન આપતાં ૩૯ વર્ષના નોવાક જૉકોવિચે કહ્યું કે ‘આપણે ફૉર્મેટ અને ટૂરમાં ફેરફાર કરવાની જરૂર છે. ટુર્નામેન્ટમાં ટૂંકી અને વધુ ઉત્તેજક મૅચો હોય એવું કંઈક કરવાની જરૂર છે. કારણ કે વર્તમાન મૅચો ખૂબ લાંબી છે.’
એક ટેનિસ-મૅચ લગભ બેથી ૪ કલાક સુધી ચાલે છે.
ઑલ ઇંગ્લૅન્ડ લૉન ટેનિસ ઍન્ડ ક્રોકે ક્લબમાં આયોજિત વિમ્બલ્ડન 2026ના પહેલા દિવસે જપાનની ટેનિસ-સ્ટાર નાઓમી ઓસાકા છવાઈ ગઈ હતી. તે જપાનની પરંપરાગત શૈલીનો ઑલ-વાઇટ કિમોનો-સ્ટાઇલ આઉટફિટ પહેરીને ગ્રાસ કોર્ટ પર પહોંચી હતી. મૅચના વૉર્મ-અપ સુધી તે આ જ ડ્રેસમાં જોવા મળી હતી. તેણે ફ્રાન્સની ઇલ્સા જૅમકો સામે ૬-૧, ૭-૫થી જીત મેળવી હતી.