જૅવલિન સ્ટાર નીરજ સ્વિટ્ઝરલૅન્ડમાં ઍડ્વેન્ચરનો આનંદ માણી રહ્યો છે

14 October, 2025 10:17 AM IST  |  Bern | Gujarati Mid-day Correspondent

આ સુંદર દેશની નદીઓમાં પૅડલિંગ કરવાની સાથે તે ૪૦૦૦ મીટર ઊંચા શિખર પર પહોંચી ગયો હતો

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા

ગયા મહિને વર્લ્ડ ઍથ્લેટિક્સ ચૅમ્પિયનશિપ 2025માં આઠમા ક્રમે રહેલો ભારતનો જૅવલિન સ્ટાર નીરજ ચોપડા પોતાના કરીઅરના સૌથી ખરાબ પ્રદર્શનને ભૂલવાનો પ્રયત્ન કરી રહ્યો છે. હાલમાં તે સ્વિટ્ઝરલૅન્ડમાં ઍડ્વેન્ચરનો આનંદ માણી રહ્યો છે. આ સુંદર દેશની નદીઓમાં પૅડલિંગ કરવાની સાથે તે ૪૦૦૦ મીટર ઊંચા શિખર પર પહોંચી ગયો હતો.

ઍડ્વેન્ચરનો આનંદ માણતી વખતે તે ફોટો માટે જૅવિલન થ્રો કરવાનો પોઝ આપતો જોવા મળ્યો હતો. 

neeraj chopra switzerland sports sports news