✕

બિગ બૉસમાં કરેલી કમેન્ટ બદલ મૅરી કૉમ પર કેસ દાખલ કર્યો ભૂતપૂર્વ પતિએ

09 October, 2026 07:15 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

બન્નેનાં લગ્ન ૨૦૦૫માં થયાં હતાં અને તેમને ચાર બાળકો છે. સંબંધોમાં તનાવ ઊભો થતાં ૨૦૨૩માં બન્નેએ કાયદા હેઠળ છૂટાછેડા લીધા હતા.

મૅરી કૉમના ભૂતપૂર્વ પતિ કરુંગ ઓન્ખોલર

ઑલિમ્પિક્સ મેડલ વિજેતા મૅરી કૉમના ભૂતપૂર્વ પતિ કરુંગ ઓન્ખોલરે મહિલા બૉક્સર સામે ફોજદારી માનહાનિની કાર્યવાહી શરૂ કરી છે. કરુંગ ઓન્ખોલરે આરોપ લગાવ્યો છે કે મૅરી કૉમે બિગ બૉસ જેવા 
ટીવી-શોમાં અને અન્ય જાહેર પ્લૅટફૉર્મ પર તેના વિશે અપમાનજનક અને નુકસાનકારક કમેન્ટ કરી છે. તેણે નાણાકીય બાબતો વિશે મૅરી દ્વારા અગાઉ કરવામાં આવેલા આરોપોને પણ નકારી કાઢ્યા છે.
ભારતીય ન્યાય સંહિતાની માનહાનિ સંબંધિત જોગવાઈઓ હેઠળ આ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ મામલાની સુનાવણી ૧૯ નવેમ્બરે થવાની છે. મૅરી કૉમ દ્વારા તેનાં ભૂતકાળનાં લગ્ન અંગે કરવામાં આવેલી જાહેર કમેન્ટ્સને પગલે આ કાનૂની વિવાદ ઊભો થયો છે.
બન્નેનાં લગ્ન ૨૦૦૫માં થયાં હતાં અને તેમને ચાર બાળકો છે. સંબંધોમાં તનાવ ઊભો થતાં ૨૦૨૩માં બન્નેએ કાયદા હેઠળ છૂટાછેડા લીધા હતા.

mary kom boxing Olympics winter olympics asian games sports news sports