પર્સનલ કોચ પ્રાથમિક જરૂરિયાત છે : મનિકા

03 September, 2021 12:52 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જો ટોક્યો ઑલિમ્પિક્સમાં તેની આ માગણી પૂરી થઈ હોત તો વધુ સારું પ્રદર્શન કરી શકી હોત.

મનિકા બત્રા

સ્ટાર ટેબલ ટેનિસ ખેલાડી મનિકા બત્રાના મતે વ્યક્તિગત સ્પર્ધા રમનારા ખેલાડીઓ માટે પર્સનલ કોચ એક પ્રાથમિક જરૂરિયાત છે. જો ટોક્યો ઑલિમ્પિક્સમાં તેની આ માગણી પૂરી થઈ હોત તો વધુ સારું પ્રદર્શન કરી શકી હોત. ઑલિમ્પિક્સ જેવી રમતમાં ખેલાડીઓની સાથે તેમના પર્સનલ કોચ જાય એની સામે ટેબલ ટેનિસ ફેડરેશને વાંધો ઉઠાવવો ન જોઈએ. વિશ્વની ૫૬મા ક્રમાંકની ખેલાડીએ કહ્યું કે ‘ટીમ ઇવેન્ટમાં ચીફ કોચ હોય તો વાંધો નથી આવતો, પરંતુ અમારી સિંગલ ઇવેન્ટ્સ પણ હોય છે, જેમાં જે-તે ખેલાડીની રમતને એનો પર્સનલ કોચ સારી રીતે સમજી શકે છે.’

sports news tennis news tokyo olympics 2020