PM નરેન્દ્ર મોદીએ પૅરા ઍથ્લીટ્સને કહ્યું,‘તમારામાંથી જ હું પ્રેરણા લઉં છું’

13 September, 2021 08:15 AM IST  |  Mumbai | Agency

ભારત ટોક્યો પૅરાલિમ્પિક્સમાં પાંચ ગોલ્ડ સહિત ૧૯ મેડલ જીત્યું હતું. તેમના પ્રદર્શનની પ્રશંસા કરતાં મોદીએ કહ્યું હતું કે ‘ભારતના સ્ટાર પૅરા ખેલાડીઓ દેશને ઘણુંબધું આપી શકે છે

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પૅરા ઍથ્લીટ્સને કહ્યું, ‘તમારામાંથી જ હું પ્રેરણા લઉં છું’

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટોક્યો પૅરાલિમ્પિક્સમાં શાનદાર પ્રદર્શન કરનાર ખેલાડીઓની પ્રશંસા કરતાં કહ્યું કે ‘તમને સ્પર્ધામાં રમતા જોઈને હું પ્રેરણા લઉં છું. ભારત ટોક્યો પૅરાલિમ્પિક્સમાં પાંચ ગોલ્ડ સહિત ૧૯ મેડલ જીત્યું હતું. તેમના પ્રદર્શનની પ્રશંસા કરતાં મોદીએ કહ્યું હતું કે ‘ભારતના સ્ટાર પૅરા ખેલાડીઓ દેશને ઘણુંબધું આપી શકે છે. તેઓ રમતના મેદાનની બહાર પણ બદલાવ લાવી શકે છે.’ મોદીએ ગુરુવારે પૅરા ઑલિમ્પિક્સના ખેલાડીઓ સાથે મુલાકાત કરી હતી, જેનો વિડિયો રવિવારે બહાર પાડવામાં આવ્યો હતો. એમાં તેમણે કહ્યું હતું કે ‘હું તમારા બધામાંથી પ્રેરણા લઉં છું. તમે હારનારી માનસિકતાને હરાવી દીધી છે, જે બહુ મોટી વાત છે.’  

narendra modi sports news sports