પ્રીતમ રાની અને યશદીપ સિવાચ હૉકી વર્લ્ડ કપમાં રમનારી વિશ્વની પ્રથમ મા-દીકરાની જોડી બની

21 August, 2026 01:11 PM IST  |  Haryana | Gujarati Mid-day Correspondent

ભારતીય મહિલા ટીમની ભૂતપૂર્વ કૅપ્ટન પ્રીતમ રાનીએ ૧૯૯૮માં નેધરલૅન્ડ્સમાં મહિલા હૉકી વર્લ્ડ કપમાં ભાગ લીધો હતો જ્યારે યશદીપે પુરુષોના હૉકી વર્લ્ડ કપ 2026માં ભારત તરફથી ડેબ્યુ કર્યું છે. 

યશદીપ સિવાચનો મમ્મી સાથેનો બાળપણનો ફોટો.

પ્રીતમ રાની અને યશદીપ સિવાચ હૉકી વર્લ્ડ કપમાં રમનારી પ્રથમ માતા-પુત્રની જોડી બની ગયાં છે. ભારતીય મહિલા ટીમની ભૂતપૂર્વ કૅપ્ટન પ્રીતમ રાનીએ ૧૯૯૮માં નેધરલૅન્ડ્સમાં મહિલા હૉકી વર્લ્ડ કપમાં ભાગ લીધો હતો જ્યારે યશદીપે પુરુષોના હૉકી વર્લ્ડ કપ 2026માં ભારત તરફથી ડેબ્યુ કર્યું છે. 
હરિયાણાના પચીસ વર્ષના યશદીપ સિવાચે ખુલાસો કર્યો કે ‘હું બાળપણથી સ્વિમિંગનો શોખીન હતો. થોડો મોટો થયો ત્યારે મમ્મીનું ફોટો-આલ્બમ જોયું જેમાં તેમનાં ઍક્શન પિક્ચર, ટુર્નામેન્ટના ફોટો અને ટીમ-ફોટો જોઈને હું હૉકી રમવા માટે પ્રેરિત થયો હતો.’

hockey indian womens hockey team sports news sports haryana