23 December, 2025 11:29 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્યઃ ઇન્સ્ટાગ્રામ
ભારતની સ્ટાર બૅડ્મિન્ટન પ્લેયર પી. વી. સિંધુએ લગ્નની પહેલી ઍનિવર્સરી પર પતિ વેન્કટ દત્તા સાઈ સાથેના વેડિંગના ક્યારેય પોસ્ટ ન કરેલા નવાનક્કોર ફોટો શૅર કર્યા હતા. ભવ્ય આતશબાજીથી લઈને લગ્નમંડપમાં રોમૅન્સ સુધીના ફોટો શૅર કરીને સિંધુએ લખ્યું છે, ‘મેં એવી વ્યક્તિ સાથે લગ્ન કર્યાં છે જેની સાથે મને ઘર જેવું લાગે છે. આ પહેલા વર્ષે મને શીખવ્યું છે કે પ્રેમ ફક્ત મોટી ક્ષણોમાં જ નથી મળતો, એ રોજિંદી ક્ષણોમાં પણ મળે છે. તેણે મને પાર્ટનરશિપનો સાચો અર્થ બતાવ્યો છે. તારી આસપાસ હોવાથી દુનિયા વધુ સારી લાગે છે.’ ઇન્જરીને કારણે સિંધુ હાલમાં રમતમગતની ઍક્શનથી દૂર છે.