08 August, 2026 03:02 PM IST | Washington | Gujarati Mid-day Correspondent
પ્રજ્ઞાનંદે પ્રથમ સેન્ટ લુઇસ રેપિડ ઍન્ડ બ્લિટ્ઝ ટાઇટલ જીતીને ૪૭.૫ લાખ રૂપિયા મેળવ્યા
અમેરિકામાં ગઈ કાલે ભારતીય ગ્રૅન્ડમાસ્ટર આર. પ્રજ્ઞાનંદે તેનું પ્રથમ સેન્ટ લુઇસ રૅપિડ ઍન્ડ બ્લિટ્ઝ ટાઇટલ જીત્યું. ૨૦ વર્ષના પ્રજ્ઞાનંદે ઉઝબેકિસ્તાનના જાવોખિર સિંદારોવથી આગળ રહીને ૨૩.૫ પૉઇન્ટ સાથે આ ચૅમ્પિયનશિપ જીતી હતી. ચૅમ્પિયન તરીકે પ્રજ્ઞાનંદને ૪૭.૫ લાખ રૂપિયા મળ્યા.
આ અમેરિકાની સેન્ટ લુઇસ ચેસ ક્લબ ખાતે આયોજિત એક પ્રતિષ્ઠિત ગ્રૅન્ડ ચેસ ટૂર ટુર્નામેન્ટ છે, જેમાં રેપિડ (૨૫ મિનિટ + ૧૦ સેકન્ડ ઇન્ક્રીમેન્ટ) અને બ્લિટ્ઝ (પાંચ મિનિટ + બે સેકન્ડ ઇન્ક્રીમેન્ટ) બન્ને ફૉર્મેટનો સમાવેશ થાય છે. આ ટુર્નામેન્ટના પૉઇન્ટ સીઝનના અંતે ગ્રૅન્ડ ફાઇનલ્સ માટે લાયકાતને પ્રભાવિત કરે છે.