Radhika Yadav Murder: હૃદયને હચમચાવી નાખે તેવું કારણ! કેમ ટૅનિસ પ્લેયરની હત્યા કરી એના જ પિતાએ!

12 July, 2025 07:14 AM IST  |  Haryana | Gujarati Mid-day Online Correspondent

Radhika Yadav Murder: રિપોર્ટ પ્રમાણે ૫૧ વર્ષના દીપક યાદવને પોતાની દીકરી રાધિકા પર ટૅનિસ એકેડમી ચલાવવા બદલ મનમાં ભારોભાર ગુસ્સો હતો

ટૅનિસ પ્લેયર રાધિકા યાદવ

ગુરુગ્રામમાં હ્રદયદ્રવક ઘટના સામે આવી હતી. અહીં ૨૫ વર્ષની ટૅનિસ પ્લેયર રાધિકા યાદવની એના જ પિતા દિપક યાદવ દ્વારા કથિત રીતે હત્યા (Radhika Yadav Murder) કરવામાં આવી હતી. ગુરુગ્રામમાં સેક્ટર ૫૭માં તેમના ઘરે જ પિતાએ પોતાની સગી દીકરીને મોતને ઘાટ ઉતારી હતી. પોલીસે દિપક યાદવની ધરપકડ કરી હતી, અને સઘન પૂછપરછ કરી હતી કે એવી કઇ મજબૂરી આવી કે તેઓને પોતાની દીકરીને મારી નાખવી પડી?

રિપોર્ટ પ્રમાણે ૫૧ વર્ષના દીપક યાદવને પોતાની દીકરી રાધિકા પર ટૅનિસ એકેડમી ચલાવવા બદલ મનમાં ભારોભાર ગુસ્સો હતો. વતન વઝીરાબાદમાં કેટલાક લોકોએ તેમને મહેણું મારતા હતા કે તમે તો તમારી દીકરીની કમાણી ખાઈ રહ્યા છો. દિપક યાદવને આ વાત પરથી એવું લાગતું કે લોકો તેઓની મજાક ઉડાવી રહ્યા છે. પોતાનું સામાજમાં નાક કપાઈ રહ્યું છે એવ લાગતાં તેઓએ દીકરી રાધિકાને પોતાની ટૅનિસ એકેડેમી બંધ કરવા કહ્યું હતું પણ, રાધિકાએ ના જ ઇનકાર કર્યો હતો. આ કારણોસર બંને વચ્ચે ખૂબ જ વિવાદ પણ થયો હતો. ગુસ્સામાં આવીને દિપક યાદવે પોતાની દીકરીને ગોળીઓ મારી (Radhika Yadav Murder) હતી.

એફઆઈઆરમાં નોંધવામાં આવ્યું છે કે દીપક યાદવ માત્ર પોતાની દીકરીની એકેડેમીથી જ નારાજ હતા એટલું નહોતું.સાથે જ તેઓ દીકરી જે સોશિયલ મીડિયા પર રીલ બનાવતી હતી તેનાથી પણ વાંધો હતો. તેમને કાગતું કે આ બધુ કરવાથી તેમના પરિવારની પ્રતિષ્ઠાને હાનિ પહોંચી રહી છે.

કહે છે કે દીપક યાદવ દીકરીએ એકેડમી બંધ કરવાની ના પાડી નાખી પછીથી ડિપ્રેશનમાં રહેવા લાગ્યા હતા. પોલીસ આગળ તેઓએ એ વાતની કબૂલાત પણ કરી હતી કે જ્યારે જ્યારે તે દૂધ લેવા માટે વતનનું ગામ વઝીરાબાદ જતો ત્યારે લોકો તેને રાધિકા જે પ્રમાણે સોશિયલ મીડિયામાં છવાયેલી રહેતી અને અને એની એકેડેમી ચલાવતી હતી તે વિષે ટોણો માર્યા કરતાં હતા.

પછી તો ગુસ્સામાં આવીને દીપક યાદવે રસોડામાં કામ કરી રહેલી દીકરી રાધિકાને રિવોલ્વરમાંથી ધડાધડ ગોળીઓ (Radhika Yadav Murder) મારી હતી. જ્યારે આ ઘટના બની ત્યારે ઘરના પહેલા માળે ત્રણ લોકો હતા. દીપક યાદવ, તેની પત્ની મંજૂ યાદવ અને દીકરી રાધિકા. એફઆઈઆર અનુસાર મંજૂ યાદવ તાવ આવ્યો હોવાથી પોતાના રૂમમાં આરામ કરી રહ્યાં હતાં. તેમણે માત્ર ગોળીઓનો અવાજ સાંભળ્યો હતો.

Radhika Yadav Murder: પોલીસે ઘટનાસ્થળ પરથી રિવોલ્વર, લોહીના નમૂના અને સ્વેબ વગેરે જપ્ત કર્યા હતા અને ફિંગરપ્રિન્ટ નિષ્ણાતોની ટીમને સ્થળ પર બોલાવી હતી. પૂછપરછ દરમિયાન યાદવે પોતાના ગુનાને કબૂલ્યો હતો. શરૂઆતમાં પરિવારે પોલીસને એવું કહ્યું હતું કે રાધિકાએ જ પોતાને ગોળી મારી છે. પરંતુ જ્યારે પોલીસે કડક પૂછપરછ કરી અને પુરાવા એકત્રિત કર્યા ત્યારે દીપક યાદવ રડી પડ્યો અને સમગ્ર ઘટના પાછળ શું સત્ય છે તે કહ્યું હતું.

tennis news india national news Crime News crime branch murder case haryana