Radhika Yadav Murder Case: રાધિકાની બેસ્ટ ફ્રેન્ડે ચોંકાવનારા ખુલાસા કર્યા

13 July, 2025 11:14 AM IST  |  Gurugram | Gujarati Mid-day Online Correspondent

Radhika Yadav Murder Case: રાધિકાના ઘરે આવવાનો સમય થઈ પણ ફિક્સ હતો. વળી રાધિકાએ દરેક સવાલનો જવાબ આપવો પડતો હતો.

ટૅનિસ પ્લેયર રાધિકા યાદવ

Radhika Yadav Murder Case: તાજેતરમાં જ ટૅનિસ પ્લેયર રાધિકા યાદવની એના પિતાએ જ હત્યા કરી નાખી હોવાના અહેવાલ બાદ દેશભરમાં ચકચાર મચી જવા પામી છે. આ કેસમાં હવે રાધિકાની બેસ્ટ ફ્રેન્ડ હિમાંશિકાનો વિડીયો સામે આવ્યો છે. જેમાં તેણે ચોંકાવનારા ખુલાસા કર્યા છે.

રાધિકાના પરિવાર તરફથી ઘણા બંધનો હતા  

હિમાંશિકાએ જણાવ્યા અનુસાર રાધિકા પર પરિવાર તરફથી ઘણા પ્રતિબંધો મૂકવામાં આવ્યા હતા. રાધિકાના ઘરે આવવાનો સમય થઈ પણ ફિક્સ હતો. વળી રાધિકાએ દરેક સવાલનો જવાબ આપવો પડતો હતો. જો હું પણ તેની સાથે વીડિયો કોલ પર વાત કરતી તો તેનો પરિવાર તેનો મોબાઇલ જોવા લાગતો હતો.

રાધિકાને સમયસર ઘરે આવી જવું પડતું 

આમ, રાધિકાનો પરિવાર ઘણો રૂઢિચુસ્ત હતો. હિમાંશિકા જણાવે છે કે હું પહેલેથી રાધિકા સાથે ટેનિસ રમતી. અમે સાથે મળીને ઘણી ગેમ્સ રમી છે. રાધિકા જે ટેનિસ એકેડમીમાં ટ્રેનિંગ કરતી હતી તે તેના ઘરથી માત્ર થોડા જ અંતરે હતી. ઘરેથી એકેડમી જોઈ હકાય એટલી નજીક હોવા છતાં એની માટે ઘરે પરત ફરવાનો ટાઈમ ફિક્સ (Radhika Yadav Murder Case) કરવામાં આવ્યો હતો.

રાધિકાની આ બેસ્ટ ફ્રેન્ડ કહે છે કે રાધિકા તો કોઈની સાથે પણ વાત કરી શક્તિ નહીં. દરેક વસ્તુમાં રોકટોક હતી. આ સાથે જ હિમાંશિકાએ રાધિકાના કેટલાક ન વીડિયો અને તસવીરો પણ શૅર કર્યા છે. જેમાં તે હૅપી લાગી રહી છે. વાસ્તવમાં રાધિકાને ફોટા પાડવાનું અને વીડિયો શૂટ કરવાનું બહુ જ ગમતું હતું, પણ ધીમે ધીમે એ બધી બાબતો પર રોક લગાવી દેવાઈ. 

લવ જેહાદ અંગે પણ રાધિકાની બેસ્ટ ફ્રેન્ડે શું કહ્યું

ટૅનિસ રાધિકા યાદવની હત્યા (Radhika Yadav Murder Case) થઈ છે ત્યારબાદથી સોશિયલ મીડિયામાં અવનવા તારણો લગાડવામાં આવી રહ્યા છે. જેમાંથી લવ જેહાદનો પણ મુદ્દો ચગ્યો છે. અભિનેતા ઇનામુલ હકનું નામ પણ રાધિકા સાથે જોડવામાં આવી રહ્યું છે. ઇનામુલ હકે જણાવ્યું છે કે રાધિકા સાથે તેમનો માત્ર પ્રોફેશનલ સંબંધ જ હતો, કોઈ વ્યક્તિગત વાતચીત નહોતી. હવે રાધિકાની બેસ્ટ ફ્રેન્ડ હિમાંશિકાએ પણ આ દાવાઓને નકારી કાઢ્યા છે અને કહ્યું છે કે `લવ જેહાદની વાતો થઈ રહી છે, કેમ કોઇની પાસે કોઈ પ્રૂફ નથી? લવ જેહાદ... અરે એ તો કોઇની જોડે વાત પણ નહોતી કરતી.

અત્યારે તો ગુરુગ્રામ પોલીસ આ કેસ (Radhika Yadav Murder Case) મામલે તપાસ જારી રાખી છે. પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે રાધિકાના પિતા દીપક યાદવ રાધિકાના ટેનિસ એકેડમી ખોલવા બદલ નારાજ હતા. હવે જ્યારે રાધિકા યાદવની બેસ્ટ ફ્રેન્ડ હિમાંશિકા સિંહે આ હત્યાના કેસમાં એક વીડિયો જાહેર કરીને લોકો સામે નવા જ દાવા કર્યા છે.

tennis news sports news sports murder case Crime News haryana gurugram