મજૂરનો દીકરો રાજા મુથુપાંડી ભારત માટે વેઇટલિફ્ટિંગમાં જીત્યો સિલ્વર મેડલ

28 July, 2026 12:46 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ત્રણ મોટી સર્જરી અને મુશ્કેલ સંઘર્ષ બાદ તામિલનાડુના વેઇટલિફ્ટર રાજા મુથુપાંડીએ કૉમનવેલ્થ ગેમ્સ 2026માં ૬૫ કિલો વર્ગમાં સિલ્વર મેડલ જીતીને શાનદાર વાપસી કરી.

રાજા મુથુપાંડી

કોણી સહિતની ત્રણ સર્જરીમાંથી પસાર થઈ ચૂક્યો છે

કૉમનવેલ્થ ગેમ્સ 2026માં પુરુષોની ૬૫ કિલો ઇવેન્ટમાં ભારતના વેઇટલિફ્ટર રાજા મુથુપાંડીએ સિલ્વર મેડલ જીત્યો હતો. તામિલનાડુના ૨૭ વર્ષના રાજા મુથુપાંડીએ સ્નૅચમાં ૧૨૬ કિલો અને ક્લીન ઍન્ડ જર્કમાં ૧૬૦ કિલો વજન સહિત કુલ ૨૮૬ કિલો વજન ઉપાડીને બીજું સ્થાન મેળવ્યું હતું. મલેશિયાના હરીફે ૨૯૯ કિલો વજન ઉપાડીને ગોલ્ડ જીત્યો હતો. 
રાજા મુથુપાંડી ૨૦૧૭ના કૉમનવેલ્થ યુથ ચૅમ્પિયશિપમાં પણ મેડલ જીત્યો હતો. ૨૦૧૮માં કૉમનવેલ્થ ગેમ્સમાં છઠ્ઠા સ્થાને રહ્યો હતો. ૨૦૧૯થી ૨૦૨૫ દરમ્યાન કોણીના લિગામેન્ટ, ઍપેન્ડિક્સ અને ઘૂંટણના લિગામેન્ટ સહિત ત્રણ અલગ-અલગ સર્જરીને કારણે તે ૨૦૨૨ની કૉમનવેલ્થ ગેમ્સનો ભાગ બની શક્યો નહોતો. ૨૦૨૫ની કૉમનવેલ્થ વેઇટલિફ્ટિંગ ચૅમ્પિયનશિપમાં તેણે સિલ્વર મેડલ જીતીને પોતાની ફિટનેસ સાબિત કરી હતી.  
રાજા મુથુપાંડીના પપ્પા મજૂરી કરતા હતા. મમ્મી મીઠાઈની દુકાનમાં સફાઈ-કામદાર હતી. મોટા ભાઈએ પોતાના સપનાનો ત્યાગ કરીને રાજા મુથુપાંડીને વેઇટલિફ્ટિંગમાં આગળ વધારવામાં મદદ કરી હતી. 

sports news sports commonwealth games tamil nadu india