26 November, 2025 12:11 PM IST | London | Gujarati Mid-day Correspondent
એક જ ટીમના બે ફુટબૉલર મેદાન પર લડ્યા
ફુટબૉલના મેદાનમાં રસાકસીને કારણે બે હરીફ ટીમોના પ્લેયર્સ વચ્ચે સામાન્ય રીતે લડાઈ થતી જોવા મળે છે, પરંતુ ઇંગ્લિશ પ્રીમિયર લીગમાં ગઈ કાલે એક દુર્લભ કિસ્સો જોવા મળ્યો. એવર્ટનની ટીમ મૅન્ચેસ્ટર યુનાઇટેડ સામે ૧-૦થી મૅચ જીતી હતી. જોકે ટીમના બે પ્લેયર વચ્ચે મેદાન પર થયેલી બબાલ સૌથી વધારે ચર્ચામાં રહી.
બૉલ પાસ કરવા બાબતે એવર્ટન ટીમના બે ખેલાડીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. બન્ને વચ્ચે ધક્કામુક્કી પણ થઈ હતી. જોકે છૂટા હાથની મારામારી થાય એ પહેલાં ટીમના ગોલકીપરે બન્નેની વચ્ચે આવીને લડાઈને શાંત કરી હતી. જોકે રેફરીએ લડાઈમાં ધક્કામુક્કીની શરૂઆત કરનાર પ્લેયરને રેડ કાર્ડ બતાવી બહાર મોકલ્યો હતો. આ ટુર્નામેન્ટના ઇતિહાસમાં ત્રીજી વખત કોઈ પ્લેયર આ રીતે રેડ કાર્ડ મેળવીને બહાર થયો છે.