ઉંદરને લીધે અટકાવવી પડી વર્લ્ડ કપ ક્વૉલિફાયર મૅચ

15 October, 2025 07:57 AM IST  |  Cardiff | Gujarati Mid-day Correspondent

ગોલકીપરના નિષ્ફળ પ્રયાસે કરાવ્યું ચાહકોને મનોરંજન

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા

ગઈ કાલે ફિફા વર્લ્ડ કપ 2026 યુરોપિયન ક્વૉલિફાયર મૅચમાં બેલ્જિયમે ૪-૨થી વેલ્સ સામે જીત નોંધાવી હતી. વેલ્સની રાજધાની કાર્ડિફમાં આયોજિત આ મુકાબલા દરમ્યાન મેદાન પર એક બિનઆમંત્રિત મહેમાને એન્ટ્રી કરીને મૅચ રોકી દીધી હતી. ઑલમોસ્ટ બે મિનિટ સુધી આ ઉંદરે મેદાન પર દોડાદોડ કરીને ફૅન્સને ખુશ કરી દીધા હતા. બેલ્જિયમના ગોલકીપરે તેને પકડીને મેદાનની બહાર લઈ જવાનો પ્રયત્ન કર્યો હતો, પણ એ તેની પકડમાં આવ્યો નહોતો. અંતે એ આપમેળે મેદાનની બહાર જતો રહ્યો હતો.

football wales belgium sports sports news