વાંચો અન્ય સ્પોર્ટ્સ સંબંધિત તમામ સમાચાર ટૂંકમાં

03 June, 2021 02:43 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ટોક્યો ગેમ્સમાં મારિન ગોલ્ડની પ્રબળ દાવેદાર હતી. સિંધુએ ટ્વીટ કરતાં કહ્યું હતું કે ‘તારી ઈજા વિશે જાણીને ઘણું દુઃખ થયું.

પ્રતીકાત્મક તસવીર

મારિન, ઑલિમ્પિક્સમાં તારી ખોટ વર્તાશે : સિંધુ 
ઘૂંટણમાં થયેલી ઈજાને કારણે ટોક્યો ઑલિમ્પિક્સમાંથી બહાર થયેલી ડિફેન્ડિંગ ચૅમ્પિયન સ્પેનની કૅરોલિના મારિનને ઝડપથી સાજા થવાની શુભેચ્છા આપતાં ભારતીય બૅડ્મિન્ટન ખેલાડી પી. વી. સિંધુએ કહ્યું હતું કે વિશ્વના સૌથી મોટા રમતોત્સવમાં મને તારી ખોટ વર્તાશે. ટોક્યો ગેમ્સમાં મારિન ગોલ્ડની પ્રબળ દાવેદાર હતી. સિંધુએ ટ્વીટ કરતાં કહ્યું હતું કે ‘તારી ઈજા વિશે જાણીને ઘણું દુઃખ થયું. આશા રાખું છું કે તું ઝડપથી સાજી થઈને વાપસી કરીશ.’ ૨૦૧૬ના રિયો ઑલિમ્પિક્સની ફાઇનલમાં મારિને સિંધુને હરાવી હતી.  

જર્મનીના ઍલેક્ઝાન્ડર ઝ્વેરેવ ત્રીજા રાઉન્ડમાં 
જર્મનીના ઍલેક્ઝાન્ડર ઝ્વેરેવે ત્રીજા સેટમાં ૧-૪થી પાછળ પડ્યા બાદ શાનદાર વાપસી કરતાં ક્વૉલિફાયર રોમન સૅફુલિનને સીધા સેટમાં હરાવીને ફ્રેન્ચ ઓપન ટેનિસ ટુર્નામેન્ટની પૂરુષોની સિંગલ્સના ત્રીજા રાઉન્ડમાં સ્થાન મેળવ્યું છે. બીજા રાઉન્ડમાં પાંચ સેટમાં જીત મેળવનારા ઝ્વેરેવે સૅફુલિનને ૭-૬, ૬-૩, ૭-૬થી હરાવ્યો હતો. ઝ્વેરેવે આ અગાઉ મેડ્રીડમાં વિશ્વના ભૂતપૂર્વ નંબર-વન નડાલને હરાવ્યો હતો. 

cricket news sports news sports badminton news tennis news