News in Short: વાંચો ક્રિકેટ અને ટેનિસ સંબંધિત સમાચાર

04 June, 2021 03:38 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પૅરિસમાં ચાલી રહેલી વર્ષની બીજી ગ્રૅન્ડ સ્લૅમ ફ્રેન્ચ ઓપનમાં પુરુષ ડબલ્સની એક જોડીના કોરોના ટેસ્ટનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો હતો.

પ્રતીકાત્મક તસવીર

ફ્રેન્ચ ઓપનમાં પુરુષ ડબલ જોડી કોરોનાગ્રસ્ત
પૅરિસમાં ચાલી રહેલી વર્ષની બીજી ગ્રૅન્ડ સ્લૅમ ફ્રેન્ચ ઓપનમાં પુરુષ ડબલ્સની એક જોડીના કોરોના ટેસ્ટનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો હતો. આયોજકોએ જોકે તેમનું નામ જાહેર નહોતું કર્યું અને બન્નેને ટુર્નામેન્ટમાંથી આઉટ કરીને સ્ટૅન્ડ-બાય જોડીનો સમાવેશ કરવામાં આવ્યો હતો. બુધવારે રાતે ધ ફ્રેન્ચ ટેનિસ ફેડરેશને જણાવ્યું હતું કે ક્વૉલિફાઇંગ રાઉન્ડથી અત્યાર સુધી ખેલાડીઓ અને અન્યોની કરવામાં આવેલી કુલ ૨૪૪૬ ટેસ્ટમાં પ્રથમ આ બન્ને પૉઝિટિવ જણાયા છે. અન્ય એક ડેવલપમેન્ટમાં દેશમાં વધી રહેલા કોરોનાના કેસ જોતાં ફ્રેન્ચ સરકારે કરફ્યુની જાહેરાત કરતાં ચાલુ મૅચમાંથી દર્શકોને સ્ટેડિયમમાંથી બહાર કાઢવામાં આવ્યા હતાં

પાકિસ્તાન સુપર લીગ હવે ૯ જૂનથી 
અનેક અડચણ બાદ ગઈ કાલે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે જાહેર કર્યું છે કે પાકિસ્તાન સુપર લીગ હવે પાંચમી જૂનને બદલે નવમી જૂને શરૂ થશે અને ફાઇનલ ૨૪ જૂને રમાશે. કુલ ૬ દિવસ ડબલ હેડર એટલે કે એક દિવસે બે મૅચ રમાશે, જેમાંથી પાંચ લીગ રાઉન્ડ દરમ્યાન હશે અને છઠ્ઠો ૨૧મી જૂને ક્વૉલિફાય અને એલિમિનેટર-વન એક જ દિવસે રમાશે. બધી મૅચો અબુ ધાબીમાં રમાવાની છે. ૨૪મીએ ફાઇનલ બાદ ત્યાંથી પાકિસ્તાન ૨૫મીએ ઇંગ્લૅન્ડ જવા રવાના થશે.

૧૦૦૦૦ વૉલન્ટિયર હટી ગયા, પણ ટોક્યો ઑલિમ્પિકના વડા છે અડગ
ટોક્યો ઑલિમ્પિક્સને આડે હવે માંડ ૫૦ દિવસ બાકી છે ત્યારે જપાનીઓનો વિરોધ અને લગભગ ૧૦,૦૦૦ વૉલન્ટિયર્સ ખસી જતાં ટોક્યો ઑલિમ્પિક્સના ચીફ ગેમ્સના આયોજન બદલ અડગ છે. ટોક્યો ઑલિમ્પિક્સના વડા સીકો હાશિમોટોએ જણાવ્યું હતું કે અત્યારે તો ગેમ્સ પોસ્ટપોન્ડ કરવાની કોઈ યોજના નથી. જો કોરોનાનો કેર વધી જાય અને મોટા ભાગની ટીમ આવી નહીં શકે તો વિચારીશું. ઑલિમ્પિક્સ ૨૩ જુલાઈથી શરૂ થવાની છે.

cricket news sports sports news