07 April, 2025 11:41 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફૂટબૉલ મૅચ
કરોડો ક્રિકેટપ્રેમીઓ ધરાવતા ભારત દેશમાં ફુટબૉલની રમતને પણ જબરદસ્ત પ્રેમ મળી રહ્યો છે. ગઈ કાલે નવી મુંબઈના ડી. વાય. પાટીલ સ્ટેડિયમમાં પ્રખ્યાત ફુટબૉલર ક્લબ રીઅલ માડ્રિડ અને બાર્સેલોનાના ભૂતપૂર્વ ફુટબૉલર્સ વચ્ચે ફ્રેન્ડ્લી મૅચ રમાઈ હતી. આ મૅચ જોવા માટે કરીના કપૂર ખાન સહિતના બૉલીવુડ સ્ટાર્સની સાથે હજારો ફુટબૉલ-ફૅન્સ સ્ટેડિયમમાં ઊમટી પડ્યાં હતાં. બન્ને લેજન્ડ્સ ફુટબૉલર્સની ટીમની મૅચ પહેલી વાર ભારતમાં રમાઈ હતી જેમાં રીઅલ મેડ્રિડે ૨-૦થી જીત નોંધાવી હતી.