અવૉર્ડ સેરેમનીના મંચ પર બે GOATની મુલાકાત

30 December, 2025 12:51 PM IST  |  Dubai | Gujarati Mid-day Correspondent

૨૪ વખતના ગ્રૅન્ડ સ્લૅમ વિજેતા-જૉકોવિચે રોનાલ્ડો પાસેથી અવોર્ડ મેળવવાની ક્ષણને સ્વપ્ન ગણાવીને પોતાનો આનંદ વ્યક્ત કર્યો હતો

પોર્ટુગીઝ ફુટબૉલ સ્ટાર ક્રિસ્ટીઆનો રોનાલ્ડોએ સર્બિયાના ટેનિસ-સ્ટાર નોવાક જૉકોવિચ

દુબઈમાં આયોજિત ગ્લોબ સૉકર અવૉર્ડ્‍સ 2025ની સેરેમનીમાં સ્ટેજ પર બે ગ્રેટેસ્ટ ઑફ ઑલ ટાઇમ (GOAT) કહેવાતા પ્લેયર્સની મુલાકાત થઈ હતી. પોર્ટુગીઝ ફુટબૉલ સ્ટાર ક્રિસ્ટીઆનો રોનાલ્ડોએ સર્બિયાના ટેનિસ-સ્ટાર નોવાક જૉકોવિચને ગ્લોબ સ્પોર્ટ્‍સ અવોર્ડથી સન્માનિત કર્યો હતો. રમતમાં વૈશ્વિક પ્રભાવ પાડનાર નૉન-ફુટબૉલ ખેલાડીઓ માટે શરૂ થયેલા આ અવૉર્ડની જીતનાર તે પહેલો ખેલાડી બન્યો હતો.

૨૪ વખતના ગ્રૅન્ડ સ્લૅમ વિજેતા-જૉકોવિચે રોનાલ્ડો પાસેથી અવોર્ડ મેળવવાની ક્ષણને સ્વપ્ન ગણાવીને પોતાનો આનંદ વ્યક્ત કર્યો હતો. રોનાલ્ડોએ જૉકોવિચના લાંબા ગાળાના પ્રદર્શનની પ્રશંસા કરી અને તેની સરખામણી પોતાના પ્રદર્શન સાથે કરી. 

cristiano ronaldo football novak djokovic tennis news sports sports news