23 September, 2026 11:39 AM IST | Nagoya | Gujarati Mid-day Correspondent
વુશુ ખેલાડી રોશિબિના દેવી
ભારતની રોશિબિના દેવીએ ચાઇનીઝ માર્શલ આર્ટ રમત વુશુની સ્પર્ધામાં મકાઉની હરીફને ૬૦ કિલોની ક્વૉર્ટર ફાઇનલ મૅચમાં હરાવીને એશિયન ગેમ્સમાં દેશ માટે મેડલ નિશ્ચિત કર્યો. અગાઉ તેણે ૨૦૧૮માં બ્રૉન્ઝ મેડલ અને ૨૦૨૨માં સિલ્વર મેડલ જીત્યો હતો.
ટેબલ ટેનિસ ટીમ ઇવેન્ટમાં ભારતનું અભિયાન સમાપ્ત થયું છે. વિમેન્સ ટીમને ક્વૉર્ટર ફાઇનલમાં નૉર્થ કોરિયા સામે ૦-૩થી હારનો સામનો કરવો પડ્યો. રાઉન્ડ ઑફ 16માં ભારતની મેન્સ ટીમ સાઉથ કોરિયા સામે ૦-૩થી હારી હતી.
ભારતની મેન્સ કબડ્ડી ટીમે ગઈ કાલે સાઉથ કોરિયા સામે ૬૩-૩૧ના સ્કોરથી જીત નોંધાવી હતી. મેન્સ ટીમ આજે બંગલાદેશ સામે રમશે. બંગલાદેશ સામેની જીતથી વિજયી શરૂઆત કરનાર ભારતની વિમેન્સ કબડ્ડી ટીમ આજે પોતાની બીજી મૅચ ઇરાન સામે રમશે.