14 September, 2026 09:45 AM IST | Odesa | Gujarati Mid-day Correspondent
રશિયન મિસાઇલથી તબાહ થયેલા ડાયના યાસ્ત્રેમ્સ્કાના ઘરનાં દૃશ્યો.
યુક્રેનિયન ટેનિસ સ્ટાર ડાયના યાસ્ત્રેમ્સ્કાનું ઓડેસામાં સ્થિત ઘર રશિયન મિસાઇલ હુમલામાં તબાહ થયું છે. ૨૬ વર્ષની ડાયનાએ ઇન્સ્ટાગ્રામ પર ફોટો શૅર કર્યા. આ હુમલામાં કોઈ જાનહાનિ થઈ નહોતી.
ડાયનાએ સોશ્યલ મીડિયા પર લખ્યું કે ‘વિશ્વ ટેનિસનું એક સ્મૃતિચિહ્ન ફ્રેન્ચ ઓપન ટૉવેલ રશિયન મિસાઇલ હુમલામાં બચી ગયો, પરંતુ અમારું ઘર બચ્યું નહીં.’
ડાયનાએ વધુમાં લખ્યું કે ‘વિમેન્સ ટેનિસ અસોસિએશન (WTA) અને ઇન્ટરનૅશનલ ટેનિસ ફેડરેશન (ITF)એ યુદ્ધ કરનાર દેશો પ્રત્યે તટસ્થતાની નીતિ અપનાવીને તેમના ખેલાડીઓને ન્યુટ્રલ તરીકે રમવાની મંજૂરી આપવાના પોતાના નિયમ પર પુનર્વિચાર કરવો જોઈએ.’