સાનિયા મિર્ઝા ફાઇનલમાં

26 September, 2021 03:41 PM IST  |  Mumbai | Agency

સાનિયાને હવે આજે આ સીઝનની પ્રથમ ટ્રોફી જીતવાની તક છે. તે ગયા મહિને યુએસમાં ફાઇનલમાં હારી ગઈ હતી.

સાનિયા મિર્ઝા

ભારતની સ્ટાર ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝા ૨૦૨૧ સીઝનની પ્રથમ ટ્રોફી જીતવાની નજીક પહોંચી ગઈ છે. ચેક રિપબ્લિકમાં ચાલી રહેલી ઓસ્ટ્રાવા ઓપનમાં સાનિયા અને તેની ચાઇનીઝ પાર્ટનર શુઈ ઝેન્ગ વિમેન્સ ડબલ્સની ફાઇનલમાં પહોંચી ગઈ છે. ગઈ કાલે તેમણે સેમી ફાઇનલમાં જૅપનીઝ જોડી માકોટા નોનોમિયા અને એરી હોઝુમીને એક કલાક ૨૧ મિનિટમાં સીધા સેટમાં ૬-૨, ૭-૫થી પરાજિત કરી હતી. સાનિયાને હવે આજે આ સીઝનની પ્રથમ ટ્રોફી જીતવાની તક છે. તે ગયા મહિને યુએસમાં ફાઇનલમાં હારી ગઈ હતી.

sania mirza sports news sports