સાથિયાનની વર્લ્ડ ટેબલ ટેનિસ ચૅમ્પિયનશિપમાં આગેકૂચ

26 November, 2021 02:11 PM IST  |  mumbai | Gujarati Mid-day Correspondent

અમેરિકામાં રમાતી વર્લ્ડ ટેબલ ટેનિસ ચૅમ્પિયનશિપમાં ભારતના સાથિયાન ગનાશેકરન ૩૨ના રાઉન્ડમાં પહોંચ્યો હતો.

સાથિયાન ગનાશેકરન

અમેરિકામાં રમાતી વર્લ્ડ ટેબલ ટેનિસ ચૅમ્પિયનશિપમાં ભારતના સાથિયાન ગનાશેકરન ૩૨ના રાઉન્ડમાં પહોંચ્યો હતો. બુધવારે બીજા રાઉન્ડમાં તેણે રશિયાના વ્લાદિમીર સિદોરેન્કોને ૧૧-૯, ૧૧-૯, ૧૧-૮, ૧૧-૬થી હરાવ્યો હતો. ત્રીજા રાઉન્ડમાં તેની ટક્કર નાઇજિરિયાના ખેલાડી સાથે થશે. મહિલાઓની સ્પર્ધામાં આયહિકા મુખરજી જપાનની હિના હયાતા સામે ૫-૧૧, ૪-૧૧, ૩-૧૧, ૪-૧૧થી હારી ગઈ હતી. સાથિયાન અને આયહિકા બન્ને ભારતીય ખેલાડી મંગળવારે પોતાના પહેલા રાઉન્ડમાં જીતી હતી.

sports news tennis news