14 September, 2025 10:57 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સાત્વિકસાઈરાજ રૅન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડી
બૅડ્મિન્ટનની ૪૩ વર્ષ જૂની હૉન્ગકૉન્ગ ઓપન ટુર્નામેન્ટની ફાઇનલમાં એન્ટ્રી કરીને સાત્વિકસાઈરાજ રૅન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડી તેમ જ લક્ષ્ય સેને ભારત માટે મેડલ નિશ્ચિત કર્યો છે. ચાઇનીઝ તાઇપેઇના પ્લેયર્સ સામે મેન્સ સિંગલ્સમાં લક્ષ્ય સેને ૨૩-૨૧, ૨૨-૨૦થી અને સાત્વિક અને ચિરાગની જોડીએ ૨૧-૧૭, ૨૧-૧૫થી જીત મેળવી હતી.
લક્ષ્ય સેન બે વર્ષ બાદ કોઈ મોટી ટુર્નામેન્ટની ફાઇનલમાં પહોંચ્યો છે જ્યારે સાત્વિક-ચિરાગની જોડી વર્તમાન સીઝનમાં પહેલી વખત ફાઇનલ મૅચ રમશે. ત્રણેય પ્લેયર્સ આજે ફાઇનલમાં ગોલ્ડ મેડલ જીતવા ઊતરશે. ભારતે આ ટુર્નામેન્ટમાં બે ગોલ્ડ, બે સિલ્વર અને પાંચ બ્રૉન્ઝ મેડલ જીત્યા છે.