3 વર્ષના દીકરાની મમ્મી સીમા કાલીરામનાએ ભારત માટે ડિસ્કસ થ્રોમાં બ્રૉન્ઝ જીત્યો

01 August, 2026 12:13 PM IST  |  Haryana | Gujarati Mid-day Correspondent

જમૈકાની હરીફ ૬૧.૬૬ મીટર થ્રો સાથે ગોલ્ડ અને કૅનેડાની હરીફ ૬૦.૬૭ મીટરના થ્રો સાથે સિલ્વર મેડલ જીતી હતી. ભારતની નિધિ રાની ૫૭.૧૦ મીટર સાથે ચોથા ક્રમે રહી હતી. 

ત્રણ વર્ષના દીકરાની મમ્મી સીમા કાલીરામનાએ ભારત માટે ડિસ્કસ થ્રોમાં બ્રૉન્ઝ જીત્યો

કૉમનવેલ્થ ગેમ્સ 2026માં ભારત માટે ૧૭મો મેડલ સીમા કાલીરામનાએ અપાવ્યો હતો. મહિલા ડિસ્કસ થ્રોમાં ૫૮.૬૫ મીટરના શ્રેષ્ઠ થ્રો સાથે તેણે બ્રૉન્ઝ મેડલ જીત્યો. જમૈકાની હરીફ ૬૧.૬૬ મીટર થ્રો સાથે ગોલ્ડ અને કૅનેડાની હરીફ ૬૦.૬૭ મીટરના થ્રો સાથે સિલ્વર મેડલ જીતી હતી. ભારતની નિધિ રાની ૫૭.૧૦ મીટર સાથે ચોથા ક્રમે રહી હતી. 
હરિયાણાની ૨૬ વર્ષની સીમા કાલીરામના ત્રણ વર્ષના સંતાનની માતા છે. દીકરાના જન્મ બાદ તે ગયા વર્ષે જ મેદાન પર પાછી આવી હતી. ભિવાનીમાં ચૌધરી બંસીલાલ યુનિવર્સિટીમાંથી તે ફિઝિકલ ઍજ્યુકેશનમાં PhD પણ કરી રહી છે. 
ભારતીય સેનામાં સેવા આપનાર પિતા પાસેથી પ્રેરણા મેળવનાર સીમા હાલમાં તેના પતિ રવિન્દર કાલીરામના દ્વારા કોચિંગ મેળવે છે, જે રાષ્ટ્રીય સ્તરના ભૂતપૂર્વ ડિસ્કસ થ્રોઅર છે. રમત, શિક્ષા અને પરિવાર વચ્ચે શાનદાર સંતુલન બનાવીને સીમા કાલીરામના લાખો મહિલાઓને પ્રેરણા આપી રહી છે. 

commonwealth games sports news sports haryana Bharat india