યુએસ ઓપન વિમેન્સ ડબલ્સમાં વિલિયમ્સ સિસ્ટર્સને વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી

28 August, 2026 10:57 AM IST  |  New York | Gujarati Mid-day Correspondent

યુએસ ઓપનમાં સેરેના અને વીનસ વિલિયમ્સની જોડીનું ફરીથી આગમન થશે. બન્ને બહેનોને વિમેન્સ ડબલ્સ માટે વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી મળી છે. બન્નેએ સાથે મળીને ૧૪ ગ્રૅન્ડ સ્લૅમ ડબલ્સ ટાઇટલ જીત્યાં છે.

યુએસ ઓપન વિમેન્સ ડબલ્સમાં વિલિયમ્સ સિસ્ટર્સને વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી

યુએસ ઓપનમાં ૩થી ૧૧ સપ્ટેમ્બર દરમ્યાન વિમેન્સ ડબલ્સ રમાશે. આ ઇવેન્ટ માટે વિલિયમ્સ સિસ્ટર્સને વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી આપવામાં આવી છે. ૪૬ વર્ષની વીનસ વિલિયમ્સને મહિલા સિંગલ્સમાં પણ વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી મળી છે. ૪૪ વર્ષની સેરેનાએ હજી સિંગલ્સ ઇવેન્ટ રમવાની પુષ્ટિ આપી નથી. 
સેરેના અને વીનસે સાથે મળીને ૧૪ ગ્રૅન્ડ સ્લૅમ ડબલ્સ ટાઇટલ જીત્યાં છે. ૧૯૯૯ અને ૨૦૦૯માં બન્નેએ યુએસ ઓપનમાં વિમેન્સ ડબલ્સ ટાઇટલ જીત્યું હતું. આ બહેનોએ છેલ્લે ૨૦૨૨ યુએસ ઓપનમાં ડબલ્સ જોડી તરીકે ભાગ લીધો હતો. બન્નેએ મહિલા ડબલ્સમાં ત્રણ ઑલિમ્પિક્સ ગોલ્ડ મેડલ પણ જીત્યા છે.

us open Olympics new york sports news sports