સેરેના વિલિયમ્સે ડ્રગ્સનો ઉપયોગ કરીને ૧૪ કિલો વજન ઘટાડ્યું

25 August, 2025 06:57 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

છેલ્લે ૨૦૨૨માં ટેનિસ મૅચ રમનાર સેરેના આ દવા વેચતી ટેલિહેલ્થ કંપની Roની બ્રૅન્ડ ઍમ્બૅસૅડર છે. તેણે ઘણાં રિસર્ચ અને ડૉક્ટરની સલાહ બાદ એનો ઉપયોગ શરૂ કર્યો હતો.

સેરેના વિલિયમ્સ

૨૩ ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલ વિજેતા ટેનિસ સ્ટાર સેરેના વિલિયમ્સે મોટો ખુલાસો કર્યો છે. અમેરિકાની ૪૩ વર્ષની સેરેનાએ વજન ઘટાડવા માટે GLP-1 નામની દવાનો ઉપયોગ કરીને ૧૪.૦૬ કિલો વજન ઘટાડ્યું છે. તેણે કહ્યું કે ‘મારા પહેલા બાળક પછી હું રમત માટે જરૂરી વજન પાછું મેળવી શકી નહીં. મારા બીજા બાળક પછી એ વધુ મુશ્કેલ બન્યું. એથી મેં વિચાર્યું કે મારે કંઈક અલગ કરવું પડશે.’ 

સેરેનાએ વધુમાં કહ્યું કે ‘હું શારીરિક અને માનસિક રીતે હળવાશ અનુભવું છું. સ્વાસ્થ્ય પર એની સકારાત્મક અસરો થઈ છે અને બ્લડશુગરના સ્તરમાં સુધારો થયો છે. આ કોઈ શૉર્ટકટ નથી, હું મારી જાતની સંભાળ કરી રહી છું.’

છેલ્લે ૨૦૨૨માં ટેનિસ મૅચ રમનાર સેરેના આ દવા વેચતી ટેલિહેલ્થ કંપની Roની બ્રૅન્ડ ઍમ્બૅસૅડર છે. તેણે ઘણાં રિસર્ચ અને ડૉક્ટરની સલાહ બાદ એનો ઉપયોગ શરૂ કર્યો હતો.

tennis news serena williams sports news sports celeb health talk mental health life and style