શૂટર મનુ ભાકર એક દિવસમાં બે ગોલ્ડ મેડલ જીતી

25 June, 2022 05:12 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હરિયાણાની ૨૦ વર્ષની મનુ વિમેન્સ તેમ જ જુનિયર વિમેન્સની ૧૦ મીટરની ઍર પિસ્તોલ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતી હતી

શૂટર મનુ ભાકર એક દિવસમાં બે ગોલ્ડ મેડલ જીતી

ઑલિમ્પિયન અને ભૂતપૂર્વ વર્લ્ડ નંબર-વન શૂટર મનુ ભાકર ગઈ કાલે ભોપાલમાં કુમાર સુરેન્દ્ર સિંહ મેમોરિયલ શૂટિંગ ચૅમ્પિયનશિપમાં સ્ટાર-અટ્રૅક્શન હતી. હરિયાણાની ૨૦ વર્ષની મનુ વિમેન્સ તેમ જ જુનિયર વિમેન્સની ૧૦ મીટરની ઍર પિસ્તોલ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતી હતી. તેણે મહિલાઓની ઇવેન્ટમાં પંજાબની અર્શદીપ કૌરને ૧૬-૧૪ના તફાવતથી અને જુનિયર ઇવેન્ટમાં ઉત્તર પ્રદેશની યુવિકા તોમરને ૧૬-૧૨થી હરાવી હતી.

sports news sports