ધ હૅન્ડ્રેડમાં સ્મૃતિ મંધાનાએ આખરે બતાવ્યો ચમકારો

29 July, 2021 04:05 PM IST  |  Mumbai | Agency

મંધાના પહેલી મૅચમાં ખાતું નહોતી ખોલાવી શકી, પણ બીજી મૅચમાં લય મેળવી લીધો હતો. 

સ્મૃતિ મંધાના

ઇંગ્લૅન્ડમાં ચાલી રહેલી ધ હૅન્ડ્રેડ ટુર્નામેન્ટમાં ભારતીય મહિલાઓ મેદાન ગજવી રહી છે. જૅમિમાહ રૉડ્રિગ્સે લગાતાર બે મૅચમાં હાફ-સેન્ચુરી બાદ હવે ઓપનર સ્મૃતિ મંધાનાએ ૩૯ બૉલમાં ૩ સિક્સર અને પાંચ ફોર સાથે ૬૧ રનની ધમાકેદાર ઇનિંગ્સ રમીને તેની ટીમ સાઉર્થન બ્રેવ વુમનને જીત અપાવી હતી. મંધાના પહેલી મૅચમાં ખાતું નહોતી ખોલાવી શકી, પણ બીજી મૅચમાં લય મેળવી લીધો હતો. 
ટુર્નામેન્ટમાં બે મૅચમાં ૧૫૨ રન બનાવીને જૅમિમાહ ટૉપ સ્કોરર છે, જ્યારે હરમનપ્રિત કૌર ૭૮ રન સાથે ત્રીજા નંબરે છે અને હવે મંધાનાએ પણ ૬૧ રનની ઇનિંગ્સ સાથે હાલમાં ૧૧મા નંબરે છે. ભારતની નવી સુપરસ્ટાર શેફાલી વર્મા જોકે બે મૅચમાં ફક્ત ૧૯ રન જ બનાવી શકી છે. 

sports news sports