સાઉથ કોરિયન કોચ પાર્ક તાઈ-સાંગ બની રહ્યો છે ભારતીય બૅડ્‌મિન્ટનનો દ્રોણાચાર્ય

10 August, 2026 04:49 PM IST  |  Seoul | Gujarati Mid-day Correspondent

ભારતીય બૅડમિન્ટનમાં તન્વી શર્મા અને અશ્મિતા ચાલિહાએ સતત બે અઠવાડિયાંમાં ટાઇટલ જીતીને દેશનું નામ રોશન કર્યું છે. બન્ને ખેલાડીઓને દક્ષિણ કોરિયાના કોચ પાર્ક તાઈ-સાંગનું માર્ગદર્શન મળ્યું છે.

સતત બે અઠવાડિયાંમાં બૅડ્‌મિન્ટનમાં ટાઇટલ જીતનાર અશ્મિતા ચાલિકા (ડાબે) અને તન્વી શર્મા સાઉથ કોરિયન કોચ પાર્ક તાઈ-સાંગ સાથે.

ભારતીય બૅડ્‌મિન્ટનમાં આ દિવસોમાં ઉજવણીનો માહોલ છે. સતત બે અઠવાડિયાંમાં બે અલગ-અલગ ખેલાડીઓએ ટાઇટલ જીત્યાં છે. બન્નેને દક્ષિણ કોરિયાના સાઉથ કોરિયન કોચ પાર્ક તાઈ-સાંગ દ્વારા કોચિંગ મળી છે. ૧૭ વર્ષની તન્વી શર્માએ તાઇપેઇ ઓપન અને ૨૬ વર્ષની અશ્મિતા ચાલિકાએ કોરિયા માસ્ટર્સનું ટાઇટલ જીત્યું હતું. 
પાર્ક તાઈ-સાંગ અગાઉ પી.વી. સિંધુને ૪ વર્ષ સુધી કોચિંગ આપી ચૂક્યો છે. તેના માર્ગદર્શનમાં પી.વી. સિંધુએ ટોક્યો ઑલિમ્પિક્સમાં બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો. ત્યાર પછી પાર્ક તાઈ-સાંગને બૅડ્‌મિન્ટન અસોસિએશન ઑફ ઇન્ડિયાએ યુવા ખેલાડીઓને તૈયાર કરવા કહ્યું અને આ એક પડકાર તેણે સહેલાઈથી સ્વીકાર્યો હતો.
છેલ્લાં ત્રણ વર્ષથી પાર્ક તાઈ-સાંગ ગુવાહાટીમાં નૅશનલ સેન્ટર ઑફ એક્સલન્સમાં કાર્યરત છે. તે ઑલિમ્પિક્સ 2028માં ભારતને બૅડ્‌મિન્ટનમાં વધુ મેડલ અપાવવા ઇચ્છે છે.

korea india badminton news pv sindhu sports news sports