✕

Spotrs Update : હિમાંશુ નંદાલ, નિરંજન મુકુંદે ભારતને સ્વિમિંગ ઇવેન્ટમાં બે બ્રૉન્ઝ અપાવ્યા

21 October, 2026 12:27 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એશિયન પૅરા ગેમ્સ 2026માં ભારતીય તરવૈયાઓ હિમાંશુ નંદાલ અને નિરંજન મુકુંદને પોતપોતાની સ્પર્ધાઓમાં મેડલ જીતીને દેશની મેડલ-ટૅલીમાં બે બ્રૉન્ઝ મેડલનો ઉમેરો કર્યો હતો. એશિયન પૅરા ગેમ્સ 2026માં ભારતે હમણાં સુધી સ્વિમિંગમાં ત્રણ મેડલ જીત્યા છે.

હિમાંશુ નંદાલ, નિરંજન મુકુંદે ભારતને

એશિયન પૅરા ગેમ્સ 2026માં ભારતીય તરવૈયાઓ હિમાંશુ નંદાલ અને નિરંજન મુકુંદને પોતપોતાની સ્પર્ધાઓમાં મેડલ જીતીને દેશની મેડલ-ટૅલીમાં બે બ્રૉન્ઝ મેડલનો ઉમેરો કર્યો હતો. એશિયન પૅરા ગેમ્સ 2026માં ભારતે હમણાં સુધી સ્વિમિંગમાં ત્રણ મેડલ જીત્યા છે.

રોહતકના બાવીસ વર્ષના હિમાંશુ નંદાલે પુરુષોની ૪૦૦ મીટર ફ્રીસ્ટાઇલ S11 સ્પર્ધામાં ૫:૧૦:૯૧નો સમય નોંધાવીને ૪ ખેલાડીઓ વચ્ચે ત્રીજું સ્થાન મેળવ્યું હતું. તે જન્મથી જ ઑપ્ટિક નર્વની ખામીને કારણે દૃષ્ટિહીન છે. S11 કૅટેગરી એવા તરવૈયાઓ માટે છે જેમની દૃષ્ટિ લગભગ સંપૂર્ણપણે જતી રહી હોય.

બૅન્ગલોરના ૩૨ વર્ષના નિરંજન મુકુંદે પુરુષોની ૨૦૦ મીટર SM7 સ્પર્ધામાં ૨:૫૭:૦૧ના સમય સાથે બ્રૉન્ઝ મેડલ જીત્યો. SM7 કૅટેગરી એવા તરવૈયાઓ માટે છે જેમની હાથ, ધડ અને પગની હલનચલન ક્ષમતા ઓછીથી મધ્યમ સ્તર સુધી પ્રભાવિત હોય.

સાત વર્ષે વન-ડે ફૉર્મેટમાં પાકિસ્તાન સામે હાર્યું ઇંગ્લૅન્ડ

૩૦૩ રનના ટાર્ગેટ સામે અંગ્રેજોને ૨૧૫ રને રોકીને ૮૭ રને જીત્યું પાકિસ્તાન

યજમાન પાકિસ્તાને ત્રિકોણીય વન-ડે સિરીઝમાં શ્રીલંકા પછી ઇંગ્લૅન્ડ સામે પણ જીત નોંધાવી હતી. પાકિસ્તાન અને ઇંગ્લૅન્ડ ત્રણ વર્ષ પછી વન-ડે ફૉર્મેટમાં સામસામે રમી રહ્યાં હતાં. પાકિસ્તાને આ ફૉર્મેટમાં ઇંગ્લૅન્ડ સામે સતત ૪ હાર પછી ૭ વર્ષે પહેલી જીત નોંધાવી હતી. ૨૭.૩ ઓવરમાં ૧૩૩ રનના સ્કોર પર પાંચ વિકેટ ગુમાવવા છતાં પાકિસ્તાને ૫૦ ઓવરમાં ૩૦૨-૯નો સ્કોર કર્યો હતો. જવાબમાં ઇંગ્લૅન્ડ ૩૮.૪ ઓવરમાં ૨૧૫ રને ઑલઆઉટ થઈને ૮૭ રને હાર્યું હતું.

પાવરલિફ્ટર અશોક કુમાર મલિકે સિલ્વર જીત્યો, ઝંડુ કુમાર પાંચમા ક્રમે રહીને મેડલ ચૂક્યો

સાઈ કિશોરે હૅટ-ટ્રિક સહિત ૧૦ વિકેટ ઝડપી, ઋતુરાજ ગાયકવાડે સાતમા ક્રમે રમીને સદી ફટકારી 
 બીજા રાઉન્ડની મૅચોના અંતિમ દિવસ પહેલાં ગઈ કાલે આસામે ત્રિપુરા સામે ૯ વિકેટે, બિહાર સામે બરોડાએ ૧૦ વિકેટે, ડિફેન્ડિંગ ચૅમ્પિયન જમ્મુ ઍન્ડ કાશ્મીર સામે વિદર્ભે ૩ વિકેટે, ગોવા સામે ઉત્તર પ્રદેશે ૬૮ રને, સર્વિસિસની ટીમ સામે પશ્ચિમ બંગાળની ટીમે ૬૦ રને, ચંડીગઢ સામે હરિયાણાએ એક ઇનિંગ્સ અને ૨૪ રને, અરુણાચલ પ્રદેશ સામે સિક્કિમે એક ઇનિંગ્સ અને ૩૨૮ રને મોટી જીત મેળવી હતી.

કૅપ્ટન અને સ્પિનર સાઈ કિશોરે બીજી ઇનિંગ્સમાં હૅટ-ટ્રિક સહિત ૬ વિકેટ લઈને ચેપૉક સ્ટેડિયમમાં તામિલનાડુને ઉત્તરાખંડ સામે એક ઇનિંગ્સ અને ૬૬ રને જીત અપાવી હતી. તેણે આખી મૅચમાં ૭૪ રન આપીને ૧૦ વિકેટ લીધી હતી. પહેલી ઇનિંગ્સમાં ઉત્તરાખંડના ૧૧૩ રન સામે તામિલનાડુએ ૩૧૩ રન કર્યા હતા. ઉત્તરાખંડ બીજી ઇનિંગ્સમાં ૧૩૪ રને ઢેર થયું હતું. 
 પુણેમાં ઝારખંડના ૧૬૯ રન સામે મહારાષ્ટ્રની ટીમે ૫૨૭-૫ના સ્કોર પર પહેલી ઇનિંગ્સ ડિક્લેર કરી હતી. બીજી ઇનિંગ્સમાં ૧૩૦-૧નો સ્કોર કરનાર ઝારખંડ હજી મૅચમાં ૨૨૮ રનથી પાછળ છે. મહારાષ્ટ્રના કૅપ્ટન ઋતુરાજ ગાયકવાડે સાતમા ક્રમે રમવા આવીને ૧૭૨ બૉલમાં ૬ ફોર, એક સિક્સના સહારે અણનમ ૧૦૧ રન કરીને ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટની દસમી સદી ફટકારી હતી. અંકિત બાવનેએ નૉટ આઉટ ૧૬૯ રન અને દિગ્વિજય પાટીલે ૧૪૮ રન કર્યા હતા.

ફુટબૉલ વર્લ્ડ કપમાં રેફરીના નિર્ણયોની ટીકા કરનાર ઇજિપ્તના હેડ કોચ પર ત્રણ મૅચ, ખેલાડી પર પાંચ મૅચનો પ્રતિબંધ 

ઇજિપ્ત ફુટબૉલ અસોસિએશને હાલમાં મહત્ત્વપૂર્ણ અપડેટ શૅર કરી છે. વિશ્વ ફુટબૉલનું સંચાલન કરતી સંસ્થા FIFAએ ફિફાએ ઇજિપ્તના હેડ કોચ હોસામ હસન પર ત્રણ મૅચનો અને ફૉર્વર્ડ ખેલાડી મોસ્તફા ઝિકો પર પાંચ મૅચનો પ્રતિબંધ લાદ્યો છે. ઍટલાન્ટામાં સાત જુલાઈએ આર્જેન્ટિના સામેની રાઉન્ડ ઑફ 16ની મૅચમાં ઇજિપ્તને ૨-૩થી હારનો સામનો કરવો પડ્યો હતો. આ રોમાંચક મૅચ પછી કોચ હોસામ હસન અને મોસ્તફા ઝિકોએ જાહેરમાં મુખ્ય રેફરીનું અપમાન કરીને તેના ઑન-ફીલ્ડ નિર્ણયોની ટીકા કરી હતી.

asian games sports news sports