ડેન્માર્કમાં શ્રીકાંત અને સમીરના આસાન વિજય : પી. વી. સિંધુનું વિનિંગ કમબૅક

20 October, 2021 05:59 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મૅચ ૩૦ મિનિટ સુધી ચાલી હતી. સિંધુ લાંબા સમયના બ્રેક બાદ ફરી સ્પર્ધામાં રમી રહી છે.

ડેન્માર્કમાં શ્રીકાંત અને સમીરના આસાન વિજય : પી. વી. સિંધુનું વિનિંગ કમબૅક

ઑડેન્સ ખાતે યોજાયેલી બૅડ્મિન્ટનની ડેન્માર્ક ઓપન ટુર્નામેન્ટમાં ગઈ કાલે ભૂતપૂર્વ ચૅમ્પિયન ભારતના કિદામ્બી શ્રીકાંત અને સમીર વર્માએ પોતાના પ્રથમ વિજય આસાનીથી મેળવી લીધા હતા. ૨૦૧૭માં આ સ્પર્ધામાં ચૅમ્પિયન બનેલા શ્રીકાંતે ભારતના જ બી. સાઈ પ્રણીતને ફક્ત ૩૦ મિનિટમાં ૨૧-૧૪, ૨૧-૧૧થી અને સમીરે થાઇલૅન્ડના કુન્લાવુત વિતિદસર્નને ૪૨ મિનિટમાં ૨૧-૧૭, ૨૧-૧૪થી પરાજિત કર્યો હતો. હવે બીજા રાઉન્ડમાં શ્રીકાંતનો મુકાબલો જપાનના વર્લ્ડ નંબર-વન કેન્તો મોમોતા સાથે થશે.
દરમ્યાન વર્લ્ડ ચૅમ્પિયન પી. વી. સિંધુઅે ગઈ કાલે ટર્કીની યિગીટને સ્ટ્રેઇટ ગેમ્સમાં ૨૧-૧૨, ૨૧-૧૦થી હરાવી હતી. મૅચ ૩૦ મિનિટ સુધી ચાલી હતી. સિંધુ લાંબા સમયના બ્રેક બાદ ફરી સ્પર્ધામાં રમી રહી છે.

pv sindhu sports news sports