વજનમાં ૭૦૦ ગ્રામના તફાવતને કારણે સુચિકા તરિયાલ એશિયન ગેમ્સમાં MMAમાં ગોલ્ડ જીતવાની તક ચૂકી ગઈ

22 September, 2026 11:16 AM IST  |  Nagoya | Gujarati Mid-day Correspondent

જોકે એશિયન ગેમ્સમાં ભારત માટે પહેલો MMA મેડલ મેળવ્યો

સુચિકા તરિયાલ

એશિયન ગેમ્સ 2026માં મહિલાઓની પરંપરાગત ૬૦ કિલો મિક્સ્ડ માર્શલ આર્ટ્‍સ (MMA) સ્પર્ધામાં સુચિકા તરિયાલે બ્રૉન્ઝ મેડલથી સંતોષ માનવો પડ્યો હતો હરિયાણાની ૩૬ વર્ષની સુચિકા તરિયાલે એશિયન ગેમ્સમાં મિક્સ્ડ માર્શલ આર્ટ્‍સ (MMA)માં ભારતનો સૌપ્રથમ મેડલ જીતવાનું ગૌરવ મેળવ્યું હતું. 
સેમી-ફાઇનલમાં રસાકસીભરી આ સ્પર્ધામાં પહેલાં સિંગાપોરની હરીફના પક્ષમાં નિર્ણય આવ્યો હતો, પરંતુ ભારતીય ટીમ દ્વારા નિર્ણયને ચૅલેન્જ આપ્યા પછી ૬ જજોના મતોમાં મતભેદ (સ્પ્લિટ ડિસિઝન) હોવાને કારણે પરિણામ ‘ડ્રૉ’ જાહેર કરવામાં આવ્યું હતું.
ત્યાર બાદ ઇન્ટરનૅશનલ ફેડરેશનના નિયમો હેઠળ મૅચ પહેલાં સવારના વજન માપવાની પ્રક્રિયા દરમ્યાન નોંધાયેલા ફાઇટરોના વજનના આધારે વિજેતા નક્કી કરવામાં આવ્યો હતો. સુચિકાનું વજન લગભગ ૫૯.૨ કિલો હતું જ્યારે તેની પ્રતિસ્પર્ધીનું વજન ૫૮.૫ કિલો હતું. સિંગાપોરની ઍથ્લીટનું વજન સુચિકા કરતાં ૭૦૦ ગ્રામ ઓછું હોવાથી સેમી-ફાઇનલ જીતીને તે ફાઇનલમાં પહોંચી હતી. 

 હવે હું ખુશીથી મરી શકું છું. મારા પતિએ મને આર્થિક રીતે ટેકો આપીને અહીં સુધી પહોંચાડી હતી
- સુચિકા તરિયાલ.

asian games mixed martial arts india sports news sports