સુમીત નાગલનો નંબર લાગી ગયો

17 July, 2021 04:33 PM IST  |  Tokyo | Gujarati Mid-day Correspondent

વર્લ્ડ ગવર્નિંગ બૉડીએ ભારતીય અસોસિએશનને આ માહિતી આપી હતી. કટ ઑફ ડેટ ૧૪ જૂને નાગલનો રૅન્કિંગ ૧૪૪મું હતું

સુમિત નાગલ

ભારતીય યુવા ટેનિસ સ્ટાર સુમીત નાગલ ટોક્યો ઑલિમ્પિકમાં મેન્સ સિંગલ્સ ઇવેન્ટ માટે કવૉલિફાય થઈ ગયો છે. વર્લ્ડ ગવર્નિંગ બૉડીએ ભારતીય અસોસિએશનને આ માહિતી આપી હતી. કટ ઑફ ડેટ ૧૪ જૂને નાગલનો રૅન્કિંગ ૧૪૪મું હતું. એક પછી એક ખેલાડીઓ ખસી જતાં નાગલનો નંબર લાગી ગયો હતો. ૧૨૭મા ક્રમાંકિત યુભી ભામ્બરી પણ ક્વૉલિફાય થયો હતો, પણ ઇન્જરીને લીધે તે લાભ લઈ શકે એમ નથી. અન્ય એક  ભારતીય પ્રજ્ઞેશ ૧૪૪મા રૅન્ક સાથે જરા માટે ચૂકી ગયો હતો. નાગલનો નંબર તો લાગી ગયો, પણ હવે સમયસર બધી ફૉર્માલિટી પૂરી કરી શકે છે કે નહીં એ જોવું રહ્યું.  હાલમાં તો ભારત વતી ટેનિસમાં ફક્ત સાનિયા મિર્ઝા અને અંકિતા રાણાનું જ મહિલા ડબલ્સમાં રમવાનું નિશ્ચિત છે. 

sports news tennis news