07 March, 2025 09:14 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સુનીલ છેત્રી
ભારતીય ફુટબૉલના હાઇએસ્ટ ગોલ-સ્કોરર સુનીલ છેત્રીએ એક વર્ષ કરતાં પણ ઓછા સમયમાં રિટાયરમેન્ટમાંથી યુ-ટર્ન લઈ લીધો છે. જૂન ૨૦૨૪માં નિવૃત્તિ લેનાર આ ૪૦ વર્ષના ફુટબૉલરે આ મહિને ફિફા ફ્રેન્ડ્લી મૅચમાં સંઘર્ષ કરી રહેલી રાષ્ટ્રીય ટીમને મદદ કરવા માટે ટીમમાં વાપસી કરી છે. તેની નિવૃત્તિથી રાષ્ટ્રીય ટીમમાં એક મોટી ખાલી જગ્યા ઊભી થઈ છે જે હજી સુધી ભરાવાની બાકી છે.