‘સાફ’ની ટ્રોફી યુવા ખેલાડીઓની મહેનતથી મળી : સુનીલ છેત્રી

18 October, 2021 04:48 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ભારતીય કૅપ્ટને ટુર્નામેન્ટમાં પેલેથી આગળ વધીને મેસીના ૮૦ ગોલની બરાબરી કરી

ભારતીય ટીમ

મૉલદીવ્ઝના શહેર માલેમાં શનિવારે નેપાલને ફાઇનલમાં ૩-૦થી હરાવીને સાઉથ એશિયન ફુટબૉલ ફેડરેશન (એસએએફએફ - સાફ) ચૅમ્પિયનશિપનું આઠમી વાર ટાઇટલ જીતનારી ભારતીય ટીમના સુકાની સુનીલ છેત્રીએ આ ચૅમ્પિયનપદ બદલ ટીમના યુવા ખેલાડીઓને જશ આપ્યો હતો અને કહ્યું હતું કે ‘આ ટાઇટલ યુવા પ્લેયરોની મહેનતનું ફળ છે. અમે અહીં મૉલદીવ્ઝ ટાપુ પર ૨૦ દિવસ રહ્યા, દરેક પ્લેયરે પ્રત્યેક દિવસે પ્રૅક્ટિસ કરી, પરંતુ યંગ બ્રિગેડનાં વખાણ કરું એટલાં ઓછાં છે.’ નેપાલ સામેના ત્રણમાંના એક-એક ગોલ છેત્રી, સુરેશ સિંહ અને સાહલ અબ્દુલ સમદે કર્યા હતા.

૩૭ વર્ષના છેત્રીએ સ્પર્ધા દરમ્યાન બ્રાઝિલના મહાન ખેલાડી પેલેના ૭૭ ઇન્ટરનૅશનલ ગોલની બરાબરી કર્યા બાદ તેને ઓળંગીને આર્જેન્ટિનાના લેજન્ડ લિયોનેલ મેસીના ૮૦ ગોલની બરાબરી કરી હતી.

sports sports news