સુરિનામના ઉપરાષ્ટ્રપતિ ૬૦ વર્ષની વયે ઇન્ટરનૅશનલ ક્લબ ફુટબૉલ મૅચ રમ્યા

23 September, 2021 05:48 PM IST  |  Mumbai | Agency

આ સાથે ૬૦ વર્ષ અને ૧૯૮ દિવસની ઉંમરે રમીને તેઓ સૌથી મોટી ઉંમરે ઇન્ટરનૅશનલ ક્બલ મૅચ રમનાર ખેલાડી બની ગયા હતા. 

સુરિનામના ઉપરાષ્ટ્રપતિ ૬૦ વર્ષની વયે ઇન્ટરનૅશનલ ક્લબ ફુટબૉલ મૅચ રમ્યા

સુરિનામના ૬૦ વર્ષના ઉપરાષ્ટ્રપતિ રૉની બ્રુન્સવિજ્કે રાજકારણમાંથી થોડો સમય બ્રેક લઈને મંગળવારે એક ફુટબૉલ મૅચ માટે મેદાનમાં ઊતર્યા હતા. તેઓ ઇન્ટર મોઇગોટૅપો  ફુટબૉલ ટીમ વતી રમ્યા હતા. 
તેઓ આ ટીમના માલિક અને કૅપ્ટન પણ છે. તેઓ ૬૦ વર્ષની ઉંમરે પણ ૫૪ મિનિટ સુધી મેદાનમાં રહ્યા હતા અને તેમની ટીમે આ મૅચમાં ૬-૦થી શાનદાર જીત મેળવી હતી. તેમનો જન્મ ૧૯૬૧માં થયો હોવાથી તેમણે આ મૅચમાં ૬૧ નંબર લખેલી જર્સી પહેરી હતી. આ મૅચમાં તેમનો પુત્ર તેમની સાથે રમ્યો હતો. આ સાથે ૬૦ વર્ષ અને ૧૯૮ દિવસની ઉંમરે રમીને તેઓ સૌથી મોટી ઉંમરે ઇન્ટરનૅશનલ ક્બલ મૅચ રમનાર ખેલાડી બની ગયા હતા. 

sports news sports football