નડાલે ખાલી સ્ટેડિયમમાં મૅચ રમીને મનાવ્યો બર્થ-ડે

04 June, 2021 03:23 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પૅરિસમાં ચાલી રહેલી ફ્રેન્ચ ઓપનમાં ગઈ કાલે મેન્સ સિંગલ્સના બીજા રાઉન્ડના મુકાબલા રમાયા હતા. હૉટ-ફેવરિટ રાફેલ નડાલનો ગઈ કાલે ૩૬મો જન્મદિવસ હતો.

રાફેલ નડાલ

પૅરિસમાં ચાલી રહેલી ફ્રેન્ચ ઓપનમાં ગઈ કાલે મેન્સ સિંગલ્સના બીજા રાઉન્ડના મુકાબલા રમાયા હતા. હૉટ-ફેવરિટ રાફેલ નડાલનો ગઈ કાલે ૩૬મો જન્મદિવસ હતો. જોકે તેની મૅચ રાતે હોવાથી ખાલી સ્ટેડિયમમાં રમવી પડી હતી અને પ્રેક્ષકો સામે મૅચ રમીને બર્થ-ડે ઊજવી નહોતો શક્યો. કોરોનાના કેસ વધતાં ફ્રેન્ચમાં નાઇટ કરફ્યુ લગાવી દેવામાં આવ્યો છે જેથી દિવસની મૅચમાં પ્રેક્ષકો સ્ટેડિયમમાં મૅચ માણી શકે છે કે રાતની મૅચમાં એવી છૂટ રદ કરવામાં આવી છે. નડાલે પહેલા રાઉન્ડમાં ઍલેક્સી પોપિરિનને સીધા સેટમાં ૬-૩, ૬-૨, ૭-૬થી સીધા સેટમાં હરાવ્યો હતો.  

નંબર-વન બાર્ટી ઇન્જર્ડ ઍન્ડ આઉટ
વર્લ્ડ નંબર-ટૂ નાઓમી ઓસાકા મેન્ટલ ડિપ્રેશનને લીધે હટી ગયા બાદ ગઈ કાલે બીજો એક ઝટકો લાગ્યો હતો. વર્લ્ડ નંબર વન ઍશ્લીઘ બાર્ટી ઇન્જરીને લીધે બીજા રાઉન્ડની મૅચ અધૂરી છોડીને ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ હતી. ગઈ કાલે બાર્ટીની પોલૅન્ડની મૅગડા લિનેટ સામે બીજા રાઉન્ડની મૅચ હતી. ઇન્જરી સામે ઝઝૂમી રહેલી બાર્ટીએ પહેલો સેટ ૧-૬થી ગુમાવ્યો હતો અને બીજા સેટમાં ૨-૨થી બરોબરી બાદ તેને લાગ્યું કે વધુ રમી શકાય એમ નથી એટલે તેણે મૅચ છોડી દીધી હતી અને ટુનર્નામેન્ટમાંથી વિદાય લઈ લીધી હતી. બાર્ટી છેલ્લે ૨૦૧૯માં ફ્રેન્ચ ઓપનમાં ચૅમ્પિયન બની હતી. બાર્ટી ગયા મહિને પણ આજ રીતે ઇટાલિયન ઓપનમાં ક્વૉર્ટર ફાઇનલમાં ઇન્જરી બાદ રિટાયર થઈ ગઈ હતી.

જોકોવિચ-સેરેનાની આગેકૂચ
મેન્સ સિંગલ્સમાં નોવાક જૉકોવિચ બીજા રાઉન્ડમાં પાબ્લો સ્વુવાવ ક્યુવેસ સામે સીધા સેટમાં ૬-૩, ૬-૨, ૬-૪થી જીતીને ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ કરી લીધો હતો. જ્યારે મહિલાઓમાં ભૂતપૂર્વ નંબર-વન સેરેના વિલિયમ્સને બીજા રાઉન્ડમાં મિહેલા બુઝર્નેસ્ક્યુ સામે જીતવા માટે ભારે મહેનત કરવી પડી હતી. જોકે સેરેના આખરે એ મૅચ ૬-૩, ૫-૭, ૬-૧થી જીતવામાં સફળ થઈ હતી. 

sports sports news tennis news rafael nadal