અમેરિકાની મહિલા ફુટબોલર્સની બાવીસ જીત પછી પહેલી મૅચ ડ્રૉ

23 October, 2021 03:33 PM IST  |  America | Agency

સાઉથ કોરિયા સામેની કૅન્સસ સિટીમાં તેમની મૅચ ૦-૦થી ડ્રૉમાં જતાં અમેરિકન ટીમની લાગલગાટ બાવીસ મૅચ જીતવાનો સિલસિલો તૂટી ગયો હતો.

ગુરુવારે કૅન્સસ સિટીની મૅચમાં અમેરિકાની એબીને બૉલ પર કબજો જમાવતાં રોકી રહેલી સાઉથ કોરિયાની યીઉન પાર્ક. એ.એફ.પી.

અમેરિકાની મહિલા ફુટબૉલ ખેલાડીઓની નૅશનલ ટીમ ઘણા વિક્રમો કરી ચૂકી છે, પરંતુ ગુરુવારે એને સાઉથ કોરિયાની વિમેન્સ ટીમે એના વિજયની લાંબી પરંપરા તોડી હતી. ઘરઆંગણે સૌથી વધુ મહિલા મૅચ જીતવાનો અમેરિકામાં ૧૯૯૩થી ૧૯૯૬ દરમ્યાન જે વિક્રમ રચાયો હતો એ તોડવા માટે આ અમેરિકી મહિલા ટીમને એક જ જીતની જરૂર હતી, પરંતુ સાઉથ કોરિયા સામેની કૅન્સસ સિટીમાં તેમની મૅચ ૦-૦થી ડ્રૉમાં જતાં અમેરિકન ટીમની લાગલગાટ બાવીસ મૅચ જીતવાનો સિલસિલો તૂટી ગયો હતો.

sports news sports football