ઑલિમ્પિક્સની પ્રથમ કિન્નર સ્પર્ધકે આયોજકોનો આભાર માન્યો

31 July, 2021 09:46 AM IST  |  Mumbai | Agency

હુબાર્ડે આ ગેમ્સમાં પોતાને ભાગ લેવાનો મોકો મળે એ માટે મદદરૂપ થવા બદલ તેમ જ કિન્નર વર્ગના આદર્શો તથા મૂલ્યોની કદર કરવા બદલ આઇઓસીને થૅન્ક્સ કહ્યું છે.

ઑલિમ્પિક્સની પ્રથમ કિન્નર સ્પર્ધકે આયોજકોનો આભાર માન્યો

વિશ્વના સૌથી મોટા રમતોત્સવ ઑલિમ્પિક ગેમ્સમાં હરીફાઈમાં ઊતરવાનો મોકો મેળવનાર સૌપ્રથમ કિન્નરે પોતાના પહેલા રાઉન્ડમાં ઊતરતાં પહેલાં રમતોત્સવના 
આયોજક ઇન્ટરનૅશનલ ઑલિમ્પિક કમિટી (આઇઓસી)નો આભાર માન્યો હતો. આ કિન્નર ન્યુ ઝીલૅન્ડની વેઇટલિફ્ટર છે અને લૉરેલ હુબાર્ડ તેનું નામ છે. તેને મહિલાઓની ૮૭ કિલોગ્રામથી વધુ વજનવાળી વેઇટલિફ્ટિંગની કૅટેગરીમાં ભાગ લેવાની તક અપાઈ છે. હુબાર્ડે આ ગેમ્સમાં પોતાને ભાગ લેવાનો મોકો મળે એ માટે મદદરૂપ થવા બદલ તેમ જ કિન્નર વર્ગના આદર્શો તથા મૂલ્યોની કદર કરવા બદલ આઇઓસીને થૅન્ક્સ કહ્યું છે.

sports news sports